લખાણ પર જાઓ

ડાંગર

વિકિપીડિયામાંથી
(ચોખા થી અહીં વાળેલું)
ડાંગર

ડાંગર (અંગ્રેજી: Paddy) એ એકદળી વનસ્પતિ છે. જેના બીજમાંથી ફોતરું દૂર કરવાથી મળતા દાણાને ચોખા કહેવાય છે, જે આખા વિશ્વમાં આહાર તરીકે વપરાય છે. ડાંગર એ ધાન્યનો એક પ્રકાર છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગર ઉત્પાદનમાં ચીન સૌથી અગ્રેસર છે તે ઉપરાંત ભારત, શ્રીલંકા,જાપાન વગેરે દેશોમાં પણ ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતના કુલ વાવેતરના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે.