લખાણ પર જાઓ

ધીરા પ્રતાપ બારોટ

વિકિપીડિયામાંથી

ધીરા પ્રતાપ બારોટ અથવા ધીરો ભગત ગુજરાતના ભક્તકવિ હતા.[]

તેમનો જન્મ ઈ.સ. ૧૭૫૩ના વર્ષમાં વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ગોઠડા ગામે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ બારોટ અને માતાનું નામ દેવબા હતું.[] ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ વળ્યું હતું. સાધુ-સંન્યાસીઓની સેવા કરતાં એમણે જુદા જુદા શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હતો.

ઇ.સ. ૧૮૨૫માં તેમનું અવસાન થયું હતું.

તેમના પદો કાફી નામના રાગમાં ગવાતા હોઈ તે કાફી તરીકે જાણીતાં થયા હતા.[] એમણે પદોમાં સંસારની તથા કાયાની નિરર્થકતા વ્યક્ત કરી છે. તેમની રચનાઓમાં સ્વરૂપની કાફીઓ, મતવાદી, આત્મબોધ, જ્ઞાનકક્કો, યોગમાર્ગ, છૂટક પદ-ગરબી-ધોળ, પ્રશ્ર્નોત્તરમાલિકા, અવળવાણીનો સમાવેશ થાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "જ્ઞાનમાર્ગી કવિતાનું એક અલગ સ્વરૂપ દર્શાવતો ઉત્તમ ગ્રંથ". મુંબઈ સમાચાર. મેળવેલ 2020-01-24.[હંમેશ માટે મૃત કડી]