ચર્ચા:ગણેશ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અમુક શંકાઓ[ફેરફાર કરો]

મિત્રો, આ લેખમાં અમુક વાતો એવી છે જે મને ગળે ઉતરતી નથી. બને કે હિંદી ભાષાનાં મૂળ લેખમાં કોઈક ગણપતિનાં ઉચ્ચકોટિનાં ભક્તે આ બધી વાતો લખી હોય, પણ આજ સુધી આવું ક્યાંય સાંભળવામાં આવ્યું નથી, નિચેનાં ફકરામાં મેં લેખમાં પણ "જેમકે???" અને "કેવી રીતે???" જેવી ટીપ્પણી લખી છે, કોઈની પાસે આના વાબ હોય તો જણાવશો નહિતર આપણે લેખમાંથી આ ઉલ્લેખો કાઢી નાંખવા જોઈએ.

ગણપતિ આદિદેવ છે જેમણે દરેક યુગમાં અલગ અવતાર લીધો (જેમકે????). તેમની શારીરિક સંરચનામાં પણ વિશિષ્ટ અને ઉંડો અર્થ રહેલ છે. શિવમાનસ પૂજા માં શ્રી ગણેશને પ્રવણ (ૐ) કહેલ છે. આ એકાક્ષર બ્રહ્મમાં ઊપરનો ભાગ ગણેશનું મસ્તક, નીચેનો ભાગ ઉદર, ચંદ્ર બિંદુ લાડુ અને માત્રા સૂંઢ છે.

ચારે દિશાઓમાં સર્વ વ્યાપકતાનું પ્રતીક તેમની ચાર ભુજાઓ છે, તે લંબોદર છે કારણકે સમસ્ત ચરાચર સૃષ્ટિ તેમનાં ઉદરમાં વિચરણ કરે છે. મોટા કાન અધિક ગ્રાહ્યશક્તિ અને નાની-તીક્ષણ આંખો સૂક્ષ્મ-તીક્ષ્ણ દૃષ્ટિની સૂચક છે. તેમનું લાંબુ નાક મહાબુદ્ધિત્વનું પ્રતીક છે (કેવી રીતે???).

--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૪, ૧૩ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

શાસ્ત્ર પ્રમાણાનુસાર જોઇએ તો "શ્રીગણપ્ત્યથર્વશિર્ષોપનિષદ" જે "ગણપતિ ઉપનિષદ" તરીકે પણ ઓળખાય છે, તેમાં ઉપર જણાવેલ વિગત શાથે સુસંગત શ્લોક છે.જેનું અંગ્રેજી ભાષાંતર આ મુજબ છે.((O Lord Ganapati!) You are (the Trinity) Brahma, Vishnu, and Mahesa. You are Indra. You are fire and air. You are the sun and the moon. You are Brahman. You are (the three worlds) Bhuloka, Antariksha-loka, and Swargaloka. You are Om. (that is to say, You are all this). સંદર્ભ: en:Ganapati Atharvashirsa આ ઉપરાંત પણ ઘણા સંદર્ભ મળે છે,
'सर्वं जगदिदं त्वत्तो जायते।
सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति।
सर्वं जगदिदं त्वयि लयमेष्यति।' (गणपत्यथर्वशीष. ५)
મુળ તો કોઇએ આજ બાબત થોડી સાદી ભાષામાં હિન્દી વિકિ. પર લખેલ જેનું અહીં બહુ સારૂં નહી તેવી કક્ષાનું ગુજરાતી કરાયેલ છે.આથી સમય મળ્યે વધુ સંશોધન કરી યોગ્ય રૂપ આપવાનું જરૂરી છે.{"તેમનું લાંબુ નાક...." માં 'નાક' ની જગ્યાએ 'સુંઢ' હોવું જોઇએ} --અશોક મોઢવાડીયા
અશોક્ભાઈ, ઉપરનાં શ્લોકનું ભાષાંતર જ્યાં સુધી મારું સંસ્કૃતનું જ્ઞાન કહે છે ત્યાં સુધી થોડું વધારી-ચઢાવીને કરેલું છે, ખરેખર શ્લોકનો અનુવાદ નીચે મુજબ થાય,
'सर्वं जगदिदं त्वत्तो जायते। (સર્વ જગત તમારામાંથી ઉત્પન્ન થાય છે)
सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति। (સર્વ જગત તમારામાં સમાવિષ્ટ થાય છે)
सर्वं जगदिदं त्वयि लयमेष्यति।' (સર્વ જગત તમારામાં જ લય પામે છે) (गणपत्यथर्वशीष. ५)
હું પોતે પણ કંઇ સંસ્કૃતનો પંડિત નથી, પરંતુ, મને આ આખાય શ્લોકમાં ગણપતિ આદિદેવ છે જેમણે દરેક યુગમાં અલગ અવતાર લીધો ... તે વાત કે પછી અંગ્રેજી અનુવાદ You are (the Trinity) Brahma, Vishnu, and Mahesa. You are Indra. You are fire and air. You are the sun and the moon. You are Brahman. You are (the three worlds) Bhuloka, Antariksha-loka, and Swargaloka. You are Om. (that is to say, You are all this). અને તેમાં પણ ખાસ કરીને You are Om. એવું ક્યાંય દેખાતું નથી. મારો ફક્ત એક જ પ્રષ્ન છે, કે જો ગણપતિએ દરેક યુગમાં અવતાર લીધો છે, તો તે કયા કયા સ્વરૂપે લીધો છે? લોક વાયકાઓ અને સર્વ સ્વિકૃત હકિકતમાં ફરક હોય છે. જેમકે અધિકૃત રામાયણ છે વાલ્મિકિ કૃત રામાયણ, તુલસીદાસ કૃત કે રામાનંદ સાગર કૃત રામાયણો તે રામાયણને લોક ભોગ્ય બનાવવા માટેની આવૃત્તિઓ છે, માટે આવા સંસ્કરણોમાં લખેલી વાતોને કે જે ખરા વાલ્મિકિ રામાયણથી અલગ તરી આવતી હોય કે વિરોધાભાસી હોય, તેને અથવાતો જેનો વાલ્મિકિ રામાયણમાં ઉલ્લેખ જ ના હોય તેવી વાતોને કેવી રીતે સાચી માનવી તે અઘરૂ છે, અને તે જ રીતે ઉપરનાં શ્લોકનો અંગ્રેજી અનુવાદ અનુવાદ કરતાં ભાવાર્થ વધુ લાગે છે. આપનાં મંતવ્યો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૪, ૧૪ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
ધવલભાઇ,નમસ્કાર. ચર્ચા રસપ્રદ બને છે!જો કે મારો કોઇ હઠાગ્રહ નથી,આમે આ મેં લખેલ નથી ફક્ત હિન્દી વિકિ.પરથી લીધેલ છે.પરંતુ કહે છે ને કે ચર્ચા-સંવાદથી જ્ઞાન વધે છે,હું આપને નમ્રતા પૂર્વક ફક્ત માહિતીઓ પુરી પાડું છું,આપે તેને વલોવી માખણ કાઢવાનું અઘરૂં કાર્ય કરવાનું છે:પ્રથમતો ઉપર અંગ્રેજી સાર આપેલ તે મૂળ શ્લોક આ છે:
त्वं गुणत्रयातीतः। त्वं अवस्थात्रयातीतः।
त्वं देहत्रयातीतः। त्वं कालत्रयातीतः।
त्वं मूलाधारस्थितोऽसि नित्यम्। त्वं शक्तित्रयात्मकः।
त्वां योगिनो ध्यायन्ति नित्यम्।
त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं
वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवः स्वरोम् ॥६॥
તદ્ઉપરાંત ત્યાર પછીનાં શ્લોકમાં ગણેશને 'ઓમ'સ્વરૂપ સાથે સરખાવાયા છે:
गणादिं पूर्वमुच्चार्य वर्णादिंस्तदनन्तरम्। अनुस्वारः परतरः।
अर्धेन्दुलसितम्। तारेण ऋद्धम।
एतत्तव मनुस्वरुपम्। गकारः पूर्वरुपम्।
अकारो मध्यमरुपम्। अनुस्वारश्चान्त्यरुपम्।
बिन्दुरुत्तररुपम्। नादः सन्धानम्।
संहिता सन्धिः। सैषा गणेशविधा।
गणक ऋषिः। निचृद्गायत्री छन्दः।
श्रीमहागणपतिर्देवता। ॐ गं गणपतये नमः ॥७॥
આ "ગણેશ ઉપનિષદ" માંથી મેં યુનિકોડમાં લખ્યા છે,લખવામાં મહદાંશે ચોક્કસાઇ વર્તેલ છે.ઉપર લખેલ પાંચમો શ્લોક ફક્ત વધુ જાણકારી માટે હતો,જેનીં અંગ્રેજી ભાષાંતર શાથે નાહક ભેળસેળ થઇ ગઇ. મુદ્દો-૨: ગણેશનાં યુગે યુગે અવતરણ વિશે:
૧) સત્તયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ શાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
૪) કલિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.
હિંદુ ધર્મમાં ઘણી કથાઓ ક્યારેક એકબિજાથી વિપરીત હોય તેવું બને,કારણકે દુનિયાનો સૌથી વધુ ખેડાયેલો ધર્મ છે.વેદ,ઉપનિષદ(તેમાં પણ વિવાદતો છે,પરંતુ મુખ્ય ૧૦૮ ઉપનિષદને ધર્મવેતાઓ પ્રમાણીત માને જ છે),પૂરાણો,ગીતાજી,રામાયણ,મહાભારત તથા તેનાં અલગ અલગ સંસ્કરણો,આ બધાં પ્રમાણીત શાસ્ત્રો મનાય છે.આજે સારાયે વિશ્વમાં જે રામપારાયણો ગવાય છે તે તુલસીકૃત રામાયણ જ છે.અને તેને અનધિકૃત માનવાને કોઇ કારણ નથી.હા ચલચિત્રો કે ટી.વી.ધારાવાહિકોને શાસ્ત્ર તરીકે સ્વિકાર્ય ગણવા જરૂરી નથી.અરે હિંદુધર્મ(જો કે તે પણ ચર્ચિત મુદ્દો છે કે હિંદુધર્મ નહીં પણ હિંદુ સંસ્કૃતિ છે,ધર્મ તો 'સનાતન ધર્મ' કહેવાય છે) તો નાસ્તિકોને પણ માન્ય કરે છે,ઉદા:(ચાર્વાક મત).મિત્રોનું વધુ માથું ન ખાતા,આપની પ્રત્યે સંપૂર્ણ સન્માન શાથે આ બાબતે આપનાં નિર્ણયની શાથે મારી સહમતિ છે.
(વધુ માટે જુઓ:hindujagruti.org)--અશોક મોઢવાડીયા
અશોકભાઈ, સાચી વાત છે, ચર્ચા કરવાથી જ્ઞાન વધે છે, તે તદ્દન સાચી વાત છે, અને મારો એ વાત પર વિશ્વાસ આપણી આ ચર્ચાથી ખરેખર વધી ગયો છે. તમે ટાંકેલાં શ્લોકો સાથે સહમત થાઉં છું, અને હા, આ શ્લોકો પ્રમાણે ગણપતિને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગણ્યાં છે તે વાત સાચી છે અને માટે તેને લેખમાં રાખવામાં કોઈ વાંધો નથી, પરંતુ, વ્યક્તિગત રીતે હું શાસ્ત્રોને જાણું છું અને શાસ્ત્રો પ્રમાણે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે આદિ દેવો છે, અને તેમાં પણ વિષ્ણુ આદિનામ્ આદિ કહેવાય છે, કેમકે ક્ષિરોદક શાયી વિષ્ણુની નાભિમાંથી ઉપ્તન્ન થયેલાં કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયાં છે, અને બ્રહ્માની ભ્રુકુટી વચ્ચેથી રુદ્ર (શંકર) ઉત્પન્ન થયા છે તે કથા શ્રીમદ્ ભાગવતમ્ માં છે. અને તે ગ્રંથ મૂળ ગ્રંથ છે, માટે હું વ્યક્તિગત રીતે એ વાત સાથે સહમત થતો નથી કે ગણેશ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આપણા ધર્મમાં દરેક દેવી દેવતાઓનાં પોતાનાં પુરાણ છે અને આ પુરાણમાં સ્વાભાવિક જ છે કે તે દેવને જ મહાન અને સર્વનાં ઉત્પત્ત ગણ્યા હોય. આપણા અલ્પ જ્ઞાન અને અપુરતા સંશોધનોને કારણે આપણી મર્યાદા છે કે આપણે સાચો અને મૂળ કયો ગ્રંથ તે જાણી શકતાં નથી. પરંતુ હા, ગણેશ કે જે ભગવાન શંકરનાં પુત્ર છે, તેને શંકર કેવી રીતે ગણી શકાય? રહી વાત ગણેશને ૐ ગણવાની, તો આ શ્લોકમાં મને લાગે છે કે તેમની ફક્ત ૐ સાથે તુલના કરવામાં આવી છે, અને માટે તેમને પ્રણવ શબ્દ કે ૐ કહેવા તે પણ વ્યાજબી નથી લાગતું. રહી વાત ચારેય યુગમાં તેમનાં પ્રાગટ્યની, તો હા, તે બરાબર છે, અને આપણે તે વાત તમારા શંશોધનનાં પરિણામો (આપે જણાવેલાં ચારેય યુગનાં અવતારો) સાથે લેખમાં ઉમેરવી જોઈએ. આવું જ્ઞાન જો આપણે આ લેખમાં આપી શકીએ તો ખરેખર લેખની સાર્થકતા છે.
અહીં વિકિમાં ભાવનાઓથી ભરેલા લેખો લખવાની હું વિરુદ્ધમાં એટલા માટે છું કે, લોકો અહીંના લખાણને સંદર્ભ સાહિત્ય ગણે છે, અમારા લંડનમાં દિવાળીની ઉજવણી લંડનનાં મેયર સરકારી ખર્ચે કરે છે અને તેને માટે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં એક આખા દિવસનો કાર્યક્રમ ગોઠવે છે જેમાં ગીત, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હોય છે તથા મેયર પોતે ત્યાં ઉપસ્થિત રહે છે. આ કાર્યક્રમમાં મેયરે દિવાળીની ઉજવણી વિષે એક વાત કરીકે, દિવાળીને અમુક લોકો રામનાં વનવાસમાંથી પરત ફરવાનાં આનંદમાં અયોધ્યા વાસીઓએ કરેલાં દિવાઓની દિપાવલીની વાત સાથે જોડે છે, પરંતુ દિવાળી તેનાં પહેલાંનાં ૨૧ દિવસો સુધી પરંપરાગત રીતે ચાલતાં શક્તિનાં (માતાજીનાં) ઉપવાસની પૂર્ણાહતિને ઉજવવા માટે કરે છે અને તમનું કહેવું હતું કે, આ ખરેખર સુંદર વાત છે કે નારી શક્તિની આ તહેવારમાં વાત છે. અને મેયરે કહ્યું કે તેમને પણ આ વાતની ખબર નહોતી, પરંતુ તે દિવસનાં પ્રવચન માટેની તૈયારી રૂતે તેઓ વિકિપીડિયા પર સંશોધન કરતાં હતાં અને ત્યાંથી તેમને ઝકિકત જાણવા મળી. હવે તમે મને કહો કે ભારતમાં કેટલાં લોકો દિવાળી આ કથાને સંલગ્ન ઉજવે છે, અંગ્રેજીઇ વિકિ પર માહિતિ જોશો તો માલુમ પડશે કે આ કથા સ્કંદ પુરાણમાં છે કે શક્તિએ ૨૧ દિવસનાં ઉપવાસ કરીને શિવને પ્રસન્ન કર્યા જેથી શિવે દિવાળીને દિવસે શક્તિને પોતાનામાં સમાવી લીધા અને અર્ધનારિશ્વર રૂપ ધારણ કર્યું, પરંતુ મારો સવાલ એ છે કે શું ખરેખર દિવાળી આ નિમિત્તે ઉજવવામાં આવે છે? તમે કહ્યું તેમ આપણા શાસ્ત્રોમાં અને વિરોધાભાસી વાતો છે, અને આપણે તે વાતોને એવી રીતે રજુ કરવી જોઈએ કે જેથી જે લોકોને જ્ઞાન નથી તે લોકો આ વાતોથી મુંઝાય નહી અને આપણા ધર્મની ટીકા ના કરે. હિંદુ ધર્મ વિરોધીઓ ઘણી વખત ક્યાંક ક્યાંકથી શ્લોકો લાવીને ટાંકે છે કે રામે માંસ ખાધું હતું, હિંદુ ધર્મમાં બ્રાહ્મણો ગાયોનો વધ કરતાખતાં, દાયોનું માંસ ખુદ બ્રાહ્મણો ખાતા હતાં, વિગેરે, પરંતુ ખરેખર તે વાત શક્ય નથી, છતાં આવા કોઈક બંધ બેસતાં સંદર્ભોમાંથી તેમને આ બધી દલીલો મળી રહે છે. એટલે આપણે અહીં કાંઇ પન લખીએ તે બહુ સમજી વિચારીને અને સાચવીને લખવું તેમ હું માનું છું. મેં મારા મંતવ્યો જણાવી દીધા, અને આપની સાથે હું સંમત છું, આપ લેખમાં યોગ્ય લાગે તે લખી શકો છો.
રહી વાત રામચરિત માનસની, તો વધુ લોકો તેને વાંચે કે માને તેનાથી તેનાથી અધિકૃતતા સાબીત નથી થઈ જતી. કાલે કોઈક પ્રસિદ્ધ લેખક રામાયણને ફરીથી લખશે, અને તેનું બધી ભાષાઓમાં ભાષાંતર થાશે તો તે વાંચનારની સંખ્યા અને તે પુસ્તકમાં લખેલી વાતોને માનનારની સંખ્યા રામચરિત માનસ કરતા પણ વધી જશે, પણ એનાથી કાંઇ આધુનિક લેખકે લખેલ કથાને અધિકૃત ના કહી શકાય, દુનિયાભરમાં રામપરાયણોમાં તુલસીકૃત રામ્ચરિત માન્સ કેમ ગવાય છે કેમકે તે સંસ્કૃત કરતા સહેલી રીતે લખાયેલી છે, અને તેથી વિશેષતો એ કે તેનો પ્રચાર સંસ્કૃઅત રામાયણ કરતા વધારે થયો છે, રામાયણનાં પારાયણો કરનાર કથાકારો ખુદ જ ચર્ચાનાં ચાકડે ચડતા રહ્યા હોય ત્યારે રામાયણની વાતતો ક્યાં કરવી, પરંતુ, આ બધાથી મૂળ રામાયણમાં ના લખેલી વાતો કે તેનાથી વિરોધાભાસી વાતો અધિકૃત તો ના જ થઈ શકે. અનેક લોકોએ ના તો રામ ચરિત અમનસ વાંચ્યુ હોય છે કે ના તો વાલ્મિકિ કૃત રામાયણ, અને માટે તેમને ખબર પણ નથી હોતી કેકઈ કથા ક્યાં લખેલી છે. ખરેખર તો રામાયણ ફક્ત એક જ છે, બીજો ગ્રંથ રામચરિત માનસ છે, અને તેને રામાયણ ના જ ગણી શકાય. કનૈયાલાલ મુનશીએ સાત ભાગમાં કૃષ્ણાવતાર લખી છે, આ ફક્ત એક નવલકથઅ જ છે, જેનો આધાર મહાભારતની કથાઓ છે, પરંતુ, તેમણૅ લખેલી વાતો કે જેમાં કૃષ્ણને અનેક વખત કપટી અને સ્વાર્થ પરાયણ ગણ્યા છે, તથા અનેક વાતો ઉમેરી છે તેને સચી માની લઈએ? હા, આપણે કદાચ આવું કરીએ જો જો તે કનૈયાલાલ મુન્શી ધોતી પહેરીને ધુણી ધખાવતા હોત કે તેમનાં ચાહકોએ કાલે આવીને આપણને એમ કહે કે તેમને 'દિવ્ય પ્રેરણા' મળી માટે તેમણે આ લખ્યું... આ બધા ખરેખર ખુબ લાંબી ચર્ચાનાં મુદ્દાઓ છે, અને આપણે અહીં આ ચર્ચા કરીને અન્ય લોકોને બોર નથી કરવા. મારા વ્યુહ મારે ફક્ત મારા સુધી જ સિમિત રાખવા જોઈએ, અને જો આપને રસ હોય તો આપણે ક્યારેક મેળ પડ્યે જો મળીશું તો ચર્ચા કરીશું.
અને છેલ્લે વાત હિંદુ ધર્મની, સાચી વાતતો એ જ છે કે હિંદુ ધર્મ નથી હિંદુ સંસ્કૃતિ છે, સિંધુ ખીણમાંથિઇ ઉદ્ભવેલી આ સંસ્કૃતિને હિંદુ નામ આરબો પાસેથી મળ્યું કે જેમને 'સ' ઉચ્ચારતા નહોતું આવડતું, તેમણે સિંધુ ને બદલે હિંદુ કહ્યું અને આરબ વેપારીઓ દેશવિદેશમાં ફરતા જ્યાંથી લોકોએ આ શબ્દ શિખ્યો. ધર્મ તો તમે કહ્યું તેમ સનાતન ધર્મ જ છે, જેનાં પેટા ધર્મો બ્રાહ્મણ, વૈષ્ણવ, સનાતન, શિખ, શક્તિ ઉપાસક, વિગેરે છે. જેમ ભગવાન યેસુ/ઈસુ ને જીસસ અને ક્રાઈસ્ટને ખ્રિસ્ત કહેવામાં આવે છે તે રીતે, અનેક સંસ્કૃતિઓમાં અનેક સામાન્ય શબ્દો નથી, જેમ ઉત્તર ભારતમાં 'ય'ને 'જ' બોલવાની પ્રથા છે, જેમકે જજ્ઞ (યજ્ઞ), જુદ્ધ (યુદ્ધ), જોદ્ધા (યોદ્ધા), વિગેરે તે રીતે સિંધુનું હિંદુ થયું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૮, ૧૬ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

આભાર[ફેરફાર કરો]

શ્રી ધવલ ભાઇ,નમસ્કાર
આ ચર્ચામાંથી ઘણું જાણવા મળ્યું,કહે છે ને કે મંથન કરવાથી રત્નો મળે.આ રીતે જરૂરી માર્ગદર્શન આપતા રહેશો (કંટાળ્યા વિના !!).ફેરફારો તપાસી લેશોજી, એક તંદુરસ્ત ચર્ચાનું ઉદાહરણ અહીં અપાયું તેવું મારૂં માનવું છે. આભાર --અશોક મોઢવાડીયા ૧૧:૦૪, ૧૭ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

થોડું વધું[ફેરફાર કરો]

"આપણા ધર્મમાં દરેક દેવી દેવતાઓનાં પોતાનાં પુરાણ છે અને આ પુરાણમાં સ્વાભાવિક જ છે કે તે દેવને જ મહાન અને સર્વનાં ઉત્પત્ત ગણ્યા હોય." બહુ સાચી વાત કરી ધવલભાઇ. પુરાણોનો ઉદ્દેશ આપણા મા ભક્તિ પ્રકટાવવાનો છે. પુર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. "શ્રીમદ્ ભાગવતમ્ માં છે. અને તે ગ્રંથ મૂળ ગ્રંથ છે." તેની સાથે હું વ્યક્તિગત રીતે સહમત નથી. હા નિ:સંકોચ પણે તે મહાન ગ્રંથ છે. પરંતુ તેને પ્રમાણિત ગણિ શકાય નહીં. ભાગવતના નામથી આજકાલ બે પુરાણ મળે છે: (૧) શ્રીમદ્દભાગવત અને (૨) દેવી ભાગવત. આમાં ખરી રીતે કયું પુરાણ છે તે બાબતમાં તકરાર છે. એ સઘળાં ભગવાન વ્યાસે રચ્યાં છે. આમ, પ્રમાણ ફક્ત વેદો ને જ ગણી શકાય(અથર્વવેદમાં ગણપતિ ઉપનિષદ મોજુદ છે.). પુરાણો નહી! અનેકો વાર્તા છે જે લેખક ના આરધ્ય દેવની મહાનતા પુષ્ટ કરે છે. આપડે તો બસ ભોળા ભાવે ભજન કરવું ઘટે.

  • "પરંતુ હા, ગણેશ કે જે ભગવાન શંકરનાં પુત્ર છે, તેને શંકર કેવી રીતે ગણી શકાય?" પુત્રને તાત કહેવામાં આવે છે કારણકે તે પેઢિ વધારે છે તેમ પિતાને પણ તાત કહેવામાં આવે છે. અહિં તેમને શિવ રુપ ગણી શિવ તરીકે સંબોધ્યા છે.
  • "ૐ ગણવાની, તો આ શ્લોકમાં મને લાગે છે કે તેમની ફક્ત ૐ સાથે તુલના કરવામાં આવી છે...." તેમની ઉત્પત્તિ ૐ થી થઈ છે. આમાં ‘અ’ કાર શિર અને શરીર છે. `ઓં` (ો) નો `ા` ભાગ સૂંઢ છે, ઓં નો `.` ભાગ એક દંત છે. અને ઓં `.` ભાગ મોદક છે પ્લતુનું `રૂ` ચિહ્ન મૂષક વાહન છે.
  • "અહીં વિકિમાં ભાવનાઓથી ભરેલા લેખો લખવાની હું વિરુદ્ધમાં એટલા માટે છું કે, લોકો અહીંના લખાણને સંદર્ભ સાહિત્ય ગણે છે," બહુ સાચિ વાત કરી ધવલભાઇ. નીચે નો ફકરો આસારામજી બાપૂના લેખ માંથી લેવામાં આવ્યો છે.

પૂજ્ય સંત શ્રી એ ઊંચાઇ પર અવસ્થિત છે કે જે શબ્દો દ્વારા અવર્ણનીય છે. જે રિતે ભગવાન ના વિશ્વ સ્વરુપ ના દર્શન માનવ ચક્ષુ દ્વારા કરવા શક્ય નથી, તે દર્શન માટે દિવ્ય ચક્ષુઓ જોઇએ, જે રિતે આ અમાપ વિશ્વ ને માપવા માટૅ વામન માનવ નુ દરેક માપ નાનુ પડે એ જ રિતે પૂજ્ય સંત શ્રી વિષે કઇ પણ લખવુ એ મધ્યાહાન સમયે અતિ પ્રદિપ્ત સુર્ય ની સામે દિવો પ્રગટાવવા જેવુ છે. તેમ છતા અંતર મા પરમ શ્રદ્ધા, પ્રેમ અને સાહસ એકઠુ કરી ને ગહન બ્રહ્મ વિદ્યા ના મુર્તીમંત સ્વરુપ પૂજ્ય સંત શ્રી ની જીવન ઝાંખી પ્રસ્તુત કરવાનો આ એક વિનમ્ર પ્રયત્ન છે.

હકિકતમાં આવું લખાણ વિકિ ની નીતિને બંધ બેસતું નથી. "વિવાદો" નામનું મથાળું પણ હોઇ શકે. અહિં ઇરાદો ધાર્મિક માન્યતા ને ઠેસ પહોચાડવાનો નહીં પણ વિષયવસ્તુને લગતી દરેક માહિતી પક્ષપાત વિના મુક્વાનો હોવો જોઇયે. આમ તમારી વાત સાથે સહમત થાઉ છું.

  • "વધુ લોકો તેને વાંચે કે માને તેનાથી તેનાથી અધિકૃતતા સાબીત નથી થઈ જતી. કાલે કોઈક પ્રસિદ્ધ લેખક રામાયણને ફરીથી લખશે" સહમત થાઉં છું. એટલા માટે જ પ્રમાણ ફક્ત વેદો ને જ ગણી શકાય. પુરાણો નહી!
  • "આ બધા ખરેખર ખુબ લાંબી ચર્ચાનાં મુદ્દાઓ છે, અને આપણે અહીં આ ચર્ચા કરીને અન્ય લોકોને બોર નથી કરવા. મારા વ્યુહ મારે ફક્ત મારા સુધી જ સિમિત રાખવા જોઈએ, અને જો આપને રસ હોય તો આપણે ક્યારેક મેળ પડ્યે જો મળીશું તો ચર્ચા કરીશું." કેમ નહીં ચર્ચાને અંતે આપણી ભક્તિમાં અભિવ્વૃદ્ધિ થાય અને આપણને યથાર્થ જ્ઞાન મળે તેવો ઉદ્દેશ હોય તો જરુર.
  • ચર્ચાને અંતે કશો નિષ્કર્શ નથી નિકળતો. આવી ચર્ચાનો નીકળે પણ નહીં. એકમ્ સત્ય વિપ્રા બહુધા વદંતી....
  • ભૂલ થઇ હોય તો નાનો ભાઇ સમજી માફ કરશો. હું આશા રાખું કે આ ચર્ચામાંથી મેં કોઇ ની લાગણી દુભાવી ન હોય. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૫:૦૬, ૮ જુલાઇ ૨૦૧૦ (UTC)