નેચર ક્લબ સુરત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નેચર ક્લબ સુરત
પ્રકારપ્રકૃતિ સંવર્ધન
Region
દક્ષિણ ગુજરાત
Volunteers
૮૦૦
વેબસાઇટwww.natureclubsurat.org
ભારત સરકારના ગુજરાત વન વિભાગ તેમ જ અન્ય ખાનગી સંસ્થાઓ સાથે મળીને પર્યાવરણ સંવર્ધનને લગતાં કાર્યો કરે છે.

નેચર ક્લબ સુરત (English: Nature Club Surat) એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ) છે, જે દક્ષિણ ગુજરાત, ભારત ખાતે પર્યાવરણીય સંરક્ષણને માટે કામ કરે છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી હતી. સ્થાપક સભ્યો પૈકીના એક સ્નેહલ પટેલ હજુ ક્લબ ખાતે સક્રિય છે.

પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

નેચર ક્લબ સુરત પર્યાવરણ સંરક્ષણને લગતી યોજનાઓ બનાવી તેના પર કાર્ય કરે છે. તે પશુ કલ્યાણ યોજનાઓ, જેમ કે કુદરતી આપત્તિઓ વેળા પશુઓનું બચાવ-કાર્ય કરે છે અને પશુ તપાસ શિબિર યોજે છે. આ ક્લબ યુવાન બાળકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અને શિબિરોનું આયોજન પણ કરે છે.

વર્ષ ૨૦૦૩માં તેઓ કૉલ ઓફ ઇન્ડિયન બર્ડઝ, નામથી દુર્લભ પક્ષીઓના અવાજનું એક સંકલન (ઓડીયો-કેસેટ) પ્રકાશિત કર્યું છે.[૧][૨] તેમણે વર્ષ ૨૦૧૪માં એક નવું અવતરણ બર્ડ સોંગ્સ પણ પ્રકાશિત કર્યું છે.[૩]

તાજેતરની ઝુંબેશ[ફેરફાર કરો]

નેચર ક્લબ સુરત દ્વારા વિવિધ સંરક્ષણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. એક ઝુંબેશ સુરત શહેરમાં ખુલ્લી જગ્યા બચાવવા માટે ઉપાડી છે,[૪] જેમાં આશા રાખે છે કે રાજ્ય સરકાર દ્વારા એક એક વૈકલ્પિક સાઇટ નક્કી કરી સુરત હીરા ઉદ્યોગ (ડાયમંડ બૂર્સ)ને શહેરની મધ્યમાંથી ત્યાં ખસેડવામાં આવે, જેથી શહેરની મધ્યમાં રહેલી ખુલ્લી જગ્યાનું રક્ષણ થાય.

તાજેતરની યોજનાઓ[ફેરફાર કરો]

નેચર ક્લબ સુરત સક્રિય રીતે પર્યાવરણીય સંરક્ષણને લગતી યોજનાઓ (પ્રોજેક્ટ) શરૂ કરવા માટે પ્રોત્સાહક વલણ રાખે છે. કેટલીક યોજનાઓ આ મુજબ છે:

 • વેટલેન્ડ સંરક્ષણ પ્રોજેક્ટ - એક યોજના છે કે જે અંતર્ગત ગવિયર તળાવ, સુરત ખાતેના વેટલેન્ડ વિસ્તારને જાળવી રાખવા માટે વિવિધ પગલાંઓ લેવામાં આવે છે.[૫]
 • હરણ સંવર્ધન પ્રોજેક્ટ - વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા ખાતે કાર્યરત એક યોજના છે, જેમાં કેન્દ્રમાં ટપકાંવાળા હરણની પ્રજાતિનું સંવર્ધન કરી, મોટાં થયા પછી જંગલ-વિસ્તારમાં છોડી મૂકવામાં આવે છે.[૬]
 • ગીધ સંરક્ષણ પ્રોજેક્ટ[૭] - વર્ષ ૨૦૦૫માં શરૂ કરવામાં આવ્યો, જેમાં દક્ષિણ ગુજરાતના જંગલી વિસ્તારોમાં તેઓ ગીધને ખોરાક મળી રહે અને વસ્તી વધારો થાય તેવાં કાર્યો કરે છે.[૮][૯][૧૦]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Urf, Abdul Jamil (૨૦૦૪). Birds: Beyond Watching. Universities Press. pp. ૧૬–. ISBN 9788173714856. Retrieved ૨૮ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |year= (મદદ)
 2. Singh, Lt. General Baljit (ઓક્ટોબર ૨૦૦૧). "'Call of Indian Birds' - An Audio Cassette (review)" (PDF). Resonance. Indian Academy of Sciences. (૧૦): ૯૬–૯૭.
 3. "Nature Club Surat releases two albums containing 120 recorded calls of rare birds". India Today. ૩ માર્ચ ૨૦૦૩. Retrieved ૨૮ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date=, |date= (મદદ)
 4. "Diamantaires suggest new venue for gems bourse". Times of India. ૨ સપ્ટેમ્બર ૨૦૧૪. Retrieved ૨૩ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |access-date=, |date= (મદદ)
 5. "Endangered otters back in Gavier lake". Times of India. ૧૩ માર્ચ ૨૦૧૪. Retrieved ૨૩ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |access-date=, |date= (મદદ)
 6. "Spotted deer to be back in Dang". Times of India. ૨૫ જાન્યુઆરી ૨૦૧૪. Retrieved ૨૩ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |access-date=, |date= (મદદ)
 7. "Surat Nature Club lends a helping hand for vanishing vultures". DeshGujarat. ૭ જાન્યુઆરી ૨૦૦૯. Retrieved ૨૩ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |access-date=, |date= (મદદ)
 8. Vulture conservation project details Nature Club Surat Website
 9. Singaravelan, Natarajan (૫ એપ્રિલ ૨૦૧૩). Rare Animals of India. Bentham Science Publishers. pp. ૧૩૫–. ISBN 9781608054855. Retrieved ૨૮ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. Parmar, Vijaysinh (૧૧ જુન ૨૦૧૧). "Volunteers travel 6,000 km for vulture conservation". Times of India. Retrieved ૨૮ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date=, |date= (મદદ)