ગીધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આફ્રિકા ખંડના કેન્યા દેશમાં આવેલા મસાઇમારા જંગલનું ગીધ

ગીધ એક જાતનું પક્ષી છે. અંગ્રેજી ભાષામાં આ પક્ષીને વલ્ચર કહેવાય છે. આ પક્ષીનું કદ વિશાળ હોય છે. આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે છે. આ પક્ષી માંસભક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક પશુ પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે ઉંચે ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઊજાણીનું સ્થળ છે. સડેલા મૃતદેહોની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • Vulture videos આંતરજાળ પર પક્ષીઓ વિશે માહિતીનું સંકલન
ભારતીય ગીધ