અમૃતવર્ષિણી વાવ
અમૃતવર્ષિણી વાવ | |
---|---|
અમૃતવર્ષિણી વાવ | |
સામાન્ય માહિતી | |
સ્થાપત્ય શૈલી | હિંદુ અને ઇસ્લામ સ્થાપત્ય |
નગર અથવા શહેર | અમદાવાદ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′30″N 72°35′50″E / 23.02495°N 72.5972°E |
પૂર્ણ | ૧૭૨૩ |
તકનિકી માહિતી | |
માળની સંખ્યા | ૩ |
Designations | S-GJ-1 (રાજ્ય સંરક્ષિત સ્મારક, ૧૯૬૯) |
અમૃતવર્ષિણી વાવ જે પાંચકુવા વાવ અથવા કાટખૂણી વાવ તરીકે પણ જાણીતી છે, અમદાવાદ, ગુજરાતના પાંચકુવા દરવાજા વિસ્તારમાં આવેલી વાવ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પાંચકુવા નામ આ વિસ્તારમાં આવેલા પાંચ કુવાઓ પરથી પડ્યું હતું. અમૃતવર્ષિણી વાવનું બાંધકામ ઇસ. ૧૭૨૩ (વિક્રમ સવંત ૧૭૭૯, હિજરી સન ૧૧૩૫)માં થયું હતું એમ તેમાં રહેલા દેવનાગરી અને ફારસી લખાણ પરથી જાણવા મળે છે. તે ગુજરાતના મુઘલ સુબા હૈદર કુલીનખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા ઇસ ૧૭૨૧-૧૭૨૨માં સુબાના શહેરમાં નિવાસ દરમિયાન સખાવતના હેતુથી બંધાવવામાં આવેલી હતી.[૧][૨][૩][૪]
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ વાવ તેના ઓછી કોતરણી અને અંગ્રેજી એલ (L) આકારના અને સરળ બાંધકામ માટે જાણીતી છે. તેમાં ત્રણ માળ આવેલા છે અને તે ૫૦ ફૂટ કરતાં વધુ ઊંડી છે. બાહ્ય માળની કમાનોનો આકાર અન્ય બે માળ કરતાં અલગ છે. ૧૯૬૯માં આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી અને ૧૯૯૯માં તેને આરક્ષિત કરવામાં આવી હતી. ૨૦૦૪માં કુવાનું ખોદકામ કરીને તેમાં ફરી પાણી લાવવામાં આવ્યું હતું.[૧]
છબીઓ
[ફેરફાર કરો]-
વાવનું જમણેરી વળાંક વાળું બાંધકામ
-
વાવની અંદરનું લખાણ
-
કૂવો
-
અંદરની બાજુથી પગથિયાંઓ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Menon, Lekha (૧૮ નવેમ્બર ૨૦૦૪). "A 'step' in time". The Times of India. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૫.
- ↑ Mānekshāh Sorābshāh Commissariat (૧૯૫૭). A History of Gujarat: Mughal period, from 1573 to 1758. Longmans, Green & Company, Limited. પૃષ્ઠ ૪૦૪.
- ↑ "Times of India Publications". Times of India Publications. ૨૪ નવેમ્બર ૨૦૦૯. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૫.
- ↑ "Gujarat Samachar : World's Leading Gujarati Newspaper". Gujarat Samachar. ૨૬ એપ્રિલ ૨૦૧૨. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ડિસેમ્બર ૨૦૧૫.