લખાણ પર જાઓ

નાગા બાવા વાવ

વિકિપીડિયામાંથી

નાગા બાવા વાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરની ઈશાન દિશામાં પાટડી ગામ તરફ જવાના રસ્તે આવેલી છે.[] આ નામ બાજુમાં આવેલી નાગા બાવાની સમાધિ પરથી પડેલું છે પણ આ બાવાનો વાવના બાંધકામ સાથે કોઈ સંબંધ નથી.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

વાવની અંદર પશ્ચિમ દિશામાં શિવજીની એક દેરી છે જેમાં જૂની ગુજરાતી અને દેવનગરી લિપીમાં એક શિલાલેખ છે, જે મુજબ વાવનું બાંધકામ સન ૧૫૦૩ કે ૧૫૨૫માં થયું હતું.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

વાવનું બાંધકામ ઉત્તર-દક્ષિણ દિશામાં થયેલું છે, ઉત્તર દિશામાં પ્રવેશવાનો દ્વાર છે અને દક્ષિણ દિશામાં કૂવો છે.[] વાવનું બાંધકામ પથ્થરના બ્લોકને ફીટ કરી ચૂના વડે થયેલું છે.[]

વાવમાં કુલ ત્રણ કૂટો છે અને બે વચ્ચે સહાય કરતાં સ્તંભો છે. પગથિયાવાળી પરસાળ ખૂબ જ નાની છે અને તેથી બે કૂટો વચ્ચેનું અંતર પણ ઓછું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૪૪-૪૫. ISBN 978-0-391-02284-3.