લખાણ પર જાઓ

ગાંધર્વ વાવ

વિકિપીડિયામાંથી

ગાંધર્વ વાવ અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં 'ફૂલચંદની જૂની ચાલી' નજીક આવેલી વાવ છે. આ વાવની સારસંભાળ અત્યારે સરસપુર સેવા ટ્રસ્ટ કરે છે. વાવ અત્યારે મંદિરના કબજામાં છે અને તેથી કેટલાંય ફેરફારો કરવામાં આવ્યા છે.

સ્થાપત્ય

[ફેરફાર કરો]

વાવ ત્રણ કૂટ ધરાવતી નંદા પ્રકારની વાવ છે. તેનો પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં અને કૂવો પશ્ચિમ દિશામાં આવેલો છે.[]

આ વાવ અન્ય વાવો કરતાં પ્રમાણમાં પહોળી છે; વાવમાં પહેલા કૂટથી લઈને બીજા કૂટના પહેલા માળ સુધી જવા માટેનો એક પથ આપવામાં આવ્યો છે. આ પથ અન્ય વાવોના ઉપલા માળ સુધી પહોંચવા માટે વપરાયેલ સાંકડા માર્ગોની ઉત્ક્રાંતિ બતાવે છે.[]

વાવના પ્રવેશદ્વાર અને કમાનને જોતાં તે મુઘલોના સમયની હોવાનું અનુમાન છે જ્યારે તેમાં અમુક ફેરફારો બ્રિટીશ સમયમાં પણ કરાયા હોઈ શકે.[]

હાલની પરિસ્થિતિ

[ફેરફાર કરો]

કૂટો વચ્ચેની જગ્યાને તથા કૂવાની શાફ્ટ સુધીની જગ્યાને કોંક્રિટથી પૂરી દેવામાં આવી છે જેથી તેનો મંદિર તરીકે ઉપયોગ થઈ શકે. વાવ અત્યારે બળિયાદેવનું મંદિર બની ચૂકી છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, મુનિન્દ્ર (ડિસેમ્બર ૨૦૧૭). "Lesser Known Stepwells In and Around Ahmedabad-Gandhinagar Region". Urban Management Center: ૨૨-૨૫.
  2. "અમદાવાદઃઆ શહેરમાં આવેલી છે 12 વાવ, તમે જોઈ છે ?". ગુજરાતી મિડ-ડે. મેળવેલ 2024-11-09.