કલેશ્વરી સ્મારક સમુહ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કલેશ્વરી સ્મારક સમુહનો નકશો:
 1. મુખ્ય દરવાજો
 2. વહુની વાવ
 3. સાસુની વાવ
 4. ઘુમ્મટવાળું મંદિર
 5. કલેશ્વરી માતાનું મંદિર
 6. કુંડ
 7. કુવો
 8. કુવો
 9. શિલ્પ ગેલેરી
 10. શિકાર મઢી
 11. ડુગરની ટોચ તરફ દોરી જતી સીડી
 12. ભીમ ચોરી
 13. અર્જુન ચોરી
 14. હેડંબા મંદિર
 15. ચેક ડેમ
 16. જળ પ્રવાહ
 17. સ્મશાન ભુમિ

કલેશ્વરી સ્મારક સમુહ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલું પૌરાણિક સ્થળ છે. આ સ્થળ કલેશ્વરીની નાળ તરીકે પણ પ્રખ્યાત છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

લોકવાયકા મુજબ કલેશ્વરીના સ્મારકોને મહાભારતનાં પાત્રો સાથે સાંકળવામાં આવે છે.

સ્મારકો[ફેરફાર કરો]

આ સ્મારકોમાં અદ્ભૂત કોતરણીવાળા મંદિરના ખંડેરો, બે વાવ , એક કુંડ, શૃંગારીક શિલ્પો તથા સ્થળ પર દેવી-દેવતાઓની અસ્તવ્યસ્ત વિખરાયેલી મુર્તિઓનો સમાવેશ થાય છે.

મંદિરો[ફેરફાર કરો]

ઘુંમટવાળું મંદિર
શિકાર મઢી

કુંડ[ફેરફાર કરો]

હેડંબા કુંડ તરીકે ઓળખાતો કુંડ ૨૨ મીટરના સમચોરસ ઘેરાવામાં આવેલો છે. આ કુંડ લગભગ ૧૧મી કે ૧૨મી સદીમાં લેટ્રેઈટ પ્રકારના રેતીના પથ્થરો દ્વારા બાંધવામાં આવ્યો હોવાનું મનાય છે. આ કુંડની પ્રત્યેક બાજુની ધાર પર કાટખુણે ઉતરતા ક્રમમાં પાંચ પગથીયાં છે જે કુંડના નીચલા સ્તર તરફ લઈ જાય છે. કુંડની અંદરની તરફ દરેક દિવાલની મધ્યમાં વિશિષ્ટ પ્રકારની એક જ પથ્થરમાંથી કોતરાયેલી તથા વિશિષ્ઠ અંગભંગીમાઓ ધરાવતી મુર્તિઓ છે. આ બધામાં શેષશયી વિષ્ણુ, ભગવાન શિવની અને સ્થાનિક લોકનૃત્ય સમુહની પ્રતિમાઓ ખાસ ધ્યાન દોરે છે. પરંપરાગત રીતે આ કુંડનું પાણી ધાર્મિક વિધિવિધાન અને તેને લગતા સ્નાન માટે જ વપરાતું, પીવા નહીં.

વાવ[ફેરફાર કરો]

સાસુની વાવ અને થોડે દુર દેખાય છે એ વહુની વાવ
સાસુની વાવ વિશેની માહિતી
વહુની વાવમાં નવગ્રહનું શિલ્પ

અહીં પ્રાંગણમાં પ્રવેશતા જ થોડાં અંતરે બે વાવ છે જે સાસુની વાવ અને વહુની વાવ તરીકે જાણીતી છે. આ વાવની બાંધકામ શૈલી રાણકી વાવની બાંધકામ શૈલીને મળતી આવે છે. સરસ બાંધકામ સાથે આ વાવના દરેક માળ પર ડાબી અને જમણી બાજુએ પૌરાણિક તથા શૃંગારિક પ્રકારનાં શિલ્પો જોવા મળે છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

મહાશિવરાત્રી, ૨૦૧૭ દરમ્યાન યોજાયેલો કલેશ્વરી સાંસ્કૃતિક મેળો
મહાશિવરાત્રી, ૨૦૧૭ દરમ્યાન યોજાયેલા કલેશ્વરી સાંસ્કૃતિક મેળામાં રાજસ્થાની આદિવાસી નૃત્ય

ઐતિહાસિક મહત્વ[ફેરફાર કરો]

કલેશ્વરી સ્મારક સમુહમાં કુલ નવ સ્મારકો રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રાજ્ય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયાં છે જેની જાળવણી અને સંભાળ ગુજરાત રાજ્યનો પુરાતત્વ વિભાગ કરે છે.

સંરક્ષિત સ્મારક ક્રમાંક. નામ અન્ય નામ ભૌગોલિક સ્થાન
S-GJ-૨૩૪ અર્જુન ચોરી શિવ મંદિર 23°19′20″N 73°35′07″E / 23.322187°N 73.585347°E / 23.322187; 73.585347 (અર્જુન ચોરી)
S-GJ-૨૩૫ કુંડ હેડંબા કુંડ 23°19′16″N 73°34′57″E / 23.321049°N 73.582539°E / 23.321049; 73.582539 (કુંડ)
S-GJ-૨૩૬ ત્રણ દરવાજાવાળું મંદિર હેડંબા મંદિર 23°19′20″N 73°35′08″E / 23.322295°N 73.585460°E / 23.322295; 73.585460 (હેડંબા મંદિર)
S-GJ-૨૩૭ પૌરાણિક શિવ મંદિર ઘુંમટવાળું મંદિર 23°19′17″N 73°34′57″E / 23.321372°N 73.582523°E / 23.321372; 73.582523 (ઘુંમટવાળું મંદિર)
S-GJ-૨૩૮ ભીમ ચોરી શિવ મંદિર 23°19′18″N 73°35′06″E / 23.321639°N 73.585071°E / 23.321639; 73.585071 (ભીમ ચોરી)
S-GJ-૨૩૯ વહુની વાવ 23°19′18″N 73°34′55″E / 23.321792°N 73.581871°E / 23.321792; 73.581871 (વહુની વાવ)
S-GJ-૨૪૦ શિકાર મઢી 23°19′17″N 73°34′59″E / 23.321269°N 73.583031°E / 23.321269; 73.583031 (શિકાર મઢી)
S-GJ-૨૪૧ શિલાલેખ વાળું મંદિર કલેશ્વરી માતાનું મંદિર 23°19′17″N 73°34′57″E / 23.321500°N 73.582467°E / 23.321500; 73.582467 (કલેશ્વરી માતાનું મંદિર)
S-GJ-૨૪૨ સાસુની વાવ 23°19′16″N 73°34′55″E / 23.321235°N 73.581879°E / 23.321235; 73.581879 (સાસુની વાવ)