લખાણ પર જાઓ

રાતબા વાવ

વિકિપીડિયામાંથી

રાતબા વાવ, અથવા રાજબાઈ વાવ કે રાજબા વાવ, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામે આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

આ વાવમાં આવેલ શિલાલેખ સૂચવે છે કે બાંધકામ સમયે મહમદ બેગડો અમદાવાદમાં રાજ કરતો હતો અને દેશમાં પરમારોનું રાજ હતું.[]

આ વાવનું બાંધકામ માધા વાવને મળતું આવે છે. રાતબા વાવમાં છ કૂટો અને એક પ્રવેશદ્વારનો કૂટ (જે અત્યારે ભગ્ન છે) આવેલાં છે. પગથિયાંની પરસાળની પહોળાઈ કૂટોથી કૂવાનું અંતર જેમ ઘટે છે તેમ ઘટતી જાય છે. દરેક કૂટની ઉપર પિરામીડ આકારની છત આવેલી છે. વાવમાં શેષશાયી વિષ્ણુનું શિલ્પ મહત્વનું છે કારણ કે તેની ઉપર નવ ગ્રહોની હરોળ આવેલી છે. ગોખલાનું શિર્ષશિખર અમદાવાદની દાઈ હરિર વાવને મળતું આવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Jutta Jain-Neubauer (જૂત્તા જૈન-ન્યૂબર) (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective (ગુજરાતની વાવો: કલા-ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં). Abhinav Publications. પૃષ્ઠ ૫૬. ISBN 978-0-391-02284-3.