ધાંધલપુરની વાવ
ધાંધલપુરની વાવ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે આવેલી એક પ્રાચીન વાવ છે.[૧] વાવ ગામની બહાર પશ્ચિમ ભાગમાં આવેલી છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]સિદ્ધરાજ જયસિંહના શાસનમાં ધાંધલપુર અણહિલવાડ રાજ્યનું છેવાડાનું નગર હતું. કહેવાય છે કે આ રાજ્યનો જન્મ ધાંધલપુરમાં થયો હતો.[૧]
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં--કૂવો પૂર્વ દિશામાં અને પ્રવેશ પશ્ચિમ દિશામાં-- આવેલી છે.[૧] પ્રવેશ કરતાં ઉત્તરની બાજુએ એક નવી બનેલી નાની દેરી આવેલી છે. વાવની દક્ષિણ દિશામાં ધુંધળીનાથનું ૩ મીટર ઊંચું બાવલું પણ ઉભું કરવામાં આવ્યું છે.[૧]
આ વાવમાં ત્રણ કૂટો છે જે પૈકી ત્રીજો ત્રણ માળ ઊંડો છે. આ કૂટો ચાર સ્તંભો અને ચાર અર્ધ-સ્તંભો વડે લંબચોરસાકાર રીતે બનાવવામાં આવ્યા છે. કૂટનો સૌથી ઉપરનો મંડપ પિરામીડ આકારના ત્રણ છતથી ઢંકાયેલો છે.[૧] આ ત્રણ છતોને નીચે મંડપમાં પૂર્ણ ખીલેલાં કમળની જેમ બનાવવામાં આવ્યાં છે.[૧]
આખી વાવમાં અલંકૃતીકરણ અને સુશોભન માત્ર છતમાં જોવા મળે છે. સ્તંભો અને અર્ધ-સ્તંભો મિશ્રક પ્રકારના છે તેથી સરળ છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Jutta Jain-Neubauer (જૂત્તા જૈન-ન્યૂબર) (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective (ગુજરાતની વાવો: કલા-ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં). Abhinav Publications. પૃષ્ઠ ૫૬. ISBN 978-0-391-02284-3.