રાણકી વાવ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાણકી વાવ
Rani ki vav 02.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
સ્થળ પાટણ જિલ્લો, ભારત Edit this at Wikidata
અક્ષાંસ-રેખાંશ 23°51′32″N 72°06′06″E / 23.85892°N 72.10162°E / 23.85892; 72.10162
માપદંડ સાંસ્કૃતિક: (i), (iv) Edit this on Wikidata[૧]
સંદર્ભ 922
સમાવેશ 2014 (૩૮મું સત્ર)

રાણકી વાવ (અથવા રાણી કી વાવ) ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. જેને દેશ-વિદેશથી હજારો પર્યટકો વડે મુલાકાત લેવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.[૨]

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

સ્થાપત્ય[ફેરફાર કરો]

અપ્સરાઓની કલાત્મક મૂર્તિ

રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

અન્ય ચિત્રો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://whc.unesco.org/en/list/922.
  2. "રાણકી વાવ". www.siddhpur.com. Retrieved ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭.