પટોળા

વિકિપીડિયામાંથી
૧૮મી અથવા ૧૯મી સદીની શરૂઆતના ગુજરાતના 'પટોળા'

પટોળા એ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે,[૧] જે પાટણ, ગુજરાતમાં બનાવવામાં આવે છે.[૨] પટોળા એ બહુવચન છે, જ્યારે એકવચનમાં તેને પટોળું કહેવામાં આવે છે.[૩] તે અત્યંત મોંઘા છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા. તે લોકપ્રિય છે અને જેઓને પોષાય તેમના તરફથી તે અત્યંત માંગ ધરાવે છે.[૪][૫] મખમલ પટોળા સુરતમાં પણ બનાવવામાં આવે છે. પટોળા વણાટની પ્રક્રિયાએ ખાનગી કુટુંબ પરંપરા છે. પાટણમાં અત્યંત મોંઘી પટોળા સાડી બનાવતા માત્ર ત્રણ કુટુંબો બાકી રહ્યા છે. તેને તૈયાર કરતાં ૬ મહિનાથી ૧ વર્ષ લાગે છે.

વણાટ[ફેરફાર કરો]

પાટણમાં પટોળા બનાવવાની પ્રક્રિયા

પટોળા સાડી બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે. પાટણના પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કર્ણાટક અને મહારાષ્ટ્રના રેશમ વણકરોએ તેમના પટોળા માટે ગુજરાતની પસંદગી કરી હતી. એવું માનવામાં આવે છે કે ૧૨મી સદીમાં સાલવી લોકો ગુજરાત, માળવા અને દક્ષિણ રાજસ્થાનમાં શાસન કરતા સોલંકી વંશની છત્રછાયા માટે ગુજરાતમાં સ્થળાંતર કર્યું. વાયકા મુજબ ૭૦૦ સાલવીઓ રાજા કુમારપાળના મહેલમાં આવ્યા હતા.[૬] એ સમયે રાજા પોતે ખાસ પ્રસંગોએ પટોળા રેશમનો વસ્ત્રોમાં ઉપયોગ કરતો હતો. સોલંકી વંશના અસ્ત પછી સાલવીઓએ ગુજરાતમાં બહોળો વેપાર શરૂ કર્યો. પટોળા સાડીઓ ગુજરાતની સ્ત્રીઓમાં ટૂંક સમયમાં જ સામાજીક મોભાનું પ્રતિક બની ગઇ, ખાસ કરીને સ્ત્રીધન એટલે કે સ્ત્રીઓની પોતાના હક્કની વસ્તુઓમાં પટોળા અત્યંત લોકપ્રિય બન્યા.

શૈલી અને ભાત[ફેરફાર કરો]

સાલવીઓ વડે ગુજરાતમાં મુખ્યત્વે ચાર શૈલીઓમાં પટોળા વણવામાં આવે છે. જૈન અને હિંદુઓમાં બેવડી ઇકત સાડીઓ જેમાં પોપટ (પક્ષીઓ), ફૂલો, હાથીઓ અને નૃત્ય કરતી શૈલીઓ વપરાય છે. મુસ્લિમો માટેની સાડીઓમાં ભૌમિતિક આકૃતિઓ અને ફૂલોની શૈલી વપરાય છે, જે લગ્ન તેમજ ખાસ પ્રસંગોમાં પહેરાય છે. મહારાષ્ટ્રના બ્રાહ્મણ લોકો સાદી, ગાઢા રંગની કિનારીઓ અને નરી કુંજ કહેવાતી પક્ષીઓની ભાત વધુ પહેરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The Hindu : Summer wedding". www.hindu.com. મૂળ માંથી 2012-11-08 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
  2. "Waves of silk weaves". Deccan Herald. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
  3. Encounters with Bali, A Collector's Journey.
  4. "Weaving an Indian pattern through textiles". Deccan Herald. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
  5. "PSR to open new outlet today". The Hindu (અંગ્રેજીમાં). ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. ISSN 0971-751X. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
  6. "History". મૂળ માંથી 2018-09-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૬.