લખાણ પર જાઓ

સાડી

વિકિપીડિયામાંથી
સાડી પહેરીને બેઠેલી સ્ત્રીઓ

સાડી (કેટલાક વિસ્તારોમાં સારી પણ કહેવામાં આવે છે.) ભારતીય મહિલાઓનો મુખ્ય પહેરવેશ છે. સાડી કદાચ વિશ્વમાંના સૌથી વધુ લંબાઇ ધરાવતા તથા પુરાણા પરિધાનોમાંથી એક ગણાય છે. સાડી લગભગ ૫ થી ૬ યાર્ડ લંબાઇ ધરાવતો સીવવા વગરનો કાપડનો એક ટુકડો હોય છે, જે બ્લાઉઝ અથવા ચોળી તથા ચણિયા ઉપર લપેટીને પહેરવામાં આવતો હોય છે.

સાડી

પ્રકારો

[ફેરફાર કરો]

સાડી પહેરવા માટેની જાત જાતની અલગ અલગ રીતો હોય છે, જે ભૌગોલિક સ્થિતિ તથા પરંપરાગત મૂલ્યો અને રુચિઓ પર નિર્ભર કરે છે. અલગ-અલગ શૈલીની સાડીઓમાં કાંજીવરમ સાડી, બનારસી સાડી, પટોળા સાડી અને હકોબા મુખ્ય હોય છે. મધ્ય પ્રદેશની ચંદેરી, મહેશ્વરી, મધુબની છપાઈ, આસામની મૂંગા રેશમ, ઓરિસ્સાની બોમકઈ, રાજસ્થાનની બંધેજ, ગુજરાતની ગઠોડા, પટોળા, બાંધણી, બિહારની ટસર, કાથા, છત્તીસગઢની કોસા રેશમ, દિલ્હીની રેશમી સાડીઓ, ઝારખંડની કોસા રેશમ, મહારાષ્ટ્રની પૈઠણી, તમિલનાડુની કાંજીવરમ, બનારસી સાડીઓ, ઉત્તર પ્રદેશની તાંચી, જામદાની, જામવર તેમજ પશ્ચિમ બંગાળની બાલૂછરી તથા કાંથા ટંગૈલ વગેરે ભારતીય પ્રદેશોની પ્રસિદ્ધ સાડીઓ છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]