બાંધણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાંધણી સાડી
દુકાનમાં બાંધણી સાડી, રાજસ્થાન, ભારત

બાંધણી સુતરાઉ અથવા રેશમની સાડી હોય છે, જેના વિશિષ્ઠ રંગકામને કારણે બાંધણી તરીકે ઓળખાય છે. બાંધે તે બંધન અને આ બંધન શબ્દ પરથી બાંધણી નામ પડ્યું છે.[૧]ગુજરાત અને રાજસ્થાનની બાંધણી પ્રખ્યાત છે. ગુજરાતના જામનગરની રંગમતી નદીના પાણીમાં બનાવેલા બાંધણીના રંગો આંખે ઊડીને વળગે તેવા હોય છે. કચ્છ, વઢવાણમાં પણ બાંધણી મોટા પાયે બને છે. આ બાંધણી બનાવવાના કામમાં વાંઝા તેમ જ ખત્રી કોમના લોકો કુશળતા ધરાવે છે. આજના યુગમાં પંજાબી સલવાર-કુરતાના વેશમાં પણ બાંધણીનો ભરપૂર ઉપયોગ થાય છે.

બાંધણી બાંધવાની રીત[ફેરફાર કરો]

બાંધણી બાંધવા માટે પહેલાં સાદું સફેદ પોત લેવામાં આવે છે. ત્યારબાદ તેના પર કાચી કલાત્મક છાપ તૈયાર કરવામાં આવે છે. આ ચિત્રણને દોરા વડે બાંધવામાં આવે છે. આ પછી આ વસ્ત્રને રંગમાં ડૂબાડી રાખવામાં આવે છે. આ માટે કુદરતી રંગોને પ્રાધાન્ય આપવામાં આવે છે. આની સુકવણી પછી દોરા છોડીને જોતાં જોરદાર કલાત્મક ભાત ઉપસી આવે છે. આટલું કાર્ય થતાં મોટી છાપના કામમાં ત્રણ થી સાત, જ્યારે ઝીણવટભરી છાપના કામ વખતે દોઢ મહિના જેટલો સમય લાગે છે. એની ખાસિયત છે કે એમાં એક જ સરખી છાપવાળું બીજું વસ્ત્ર બનતું નથી. ૨૧મી સદીમાં દરેક કાર્ય માટે યાંત્રિક સાધનો શોધાયાં છે, પરંતુ બાંધણીને ઝડપભેર બાંધી શકે એવું કોઈ યંત્ર આજ સુધી શોધી શકાયું નથી. સામાન્ય રીતે સુતરાઉ તેમ જ સાટિન રેશમી વસ્ત્ર પર બાંધણી કામ સૌથી વધુ થાય છે. આ ઉપરાંત અર્વાચીન યુગના જ્યોર્જેટ, ક્રેપ, શીફોન જેવા વસ્ત્રો પર પણ બાંધણી બનાવવામાં આવે છે.

ભાત[ફેરફાર કરો]

બાંધણીમાં કલાત્મક ભાત જુદી જુદી જોવા મળે છે. આમાં ટપકાંની ભાત, ફુલની ભાત, ફળની ભાત, ભૌમિતિક ભાત, પટ્ટાવાળી ભાત, પાંદડાની ભાત, મોર-પોપટ જેવા પંખીની ભાત કે હાથી-ઘોડા જેવા પ્રાણીની ભાત જોવા મળે છે. આ ઉપરાંત રેશમી, સોનેરી કે જરીવાળી પટ્ટીઓની કિનારી બનાવી બાંધણીની સુંદરતામાં ભવ્યતા લાવવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Wada, Yoshiko Iwamoto (૨૦૦૨). Memory on Cloth: Shibori Now. Kodansha International. p. ૨૮. ISBN 9784770027771. Check date values in: |year= (મદદ)