બનારસી સાડી
બનારસી સાડી એક વિશેષ પ્રકારની સાડી હોય છે, જે વેવિશાળ, લગ્ન વગેરે શુભ પ્રસંગો વેળા હિંદુ મહિલાઓ ધારણ કરે છે. ઉત્તર પ્રદેશમાં આવેલા ચન્દૌલી, બનારસ, જૌનપુર, આઝમગઢ, મિર્જાપુર અને સંત રવિદાસ નગર જિલ્લાઓમાં બનારસી સાડીઓ બનાવવામાં આવે છે. આ માટેનો કાચો માલ પણ અહીંના વિસ્તારોમાંથી જ આવે છે. પહેલાં બનારસની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનારસી સાડીના ઉત્પાદન અને વેચાણનું કાર્ય પર રહેતો હતો પરંતુ હવે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે. બનારસી રેશમી સાડીઓ પર જરીકામ બનારસી રેશમી સાડી રેશમની સાડીઓ પર બનારસમાં વણાટકામની સાથે સાથે જરીની ભાત (ડિઝાઇન) બનાવી ભરતાં તૈયાર થતી સુંદર રેશમી સાડીને કહેવામાં આવે છે. આ પરંપરાગત સાડી ઉત્પાદનનું કાર્ય સદીઓથી અહીં ચાલતું આવ્યું છે અને એના વડે વિશ્વભરમાં બનારસ પ્રસિદ્ધ બન્યૂં છે. પહેલાંના સમયમાં આ સાડીઓમાં ફક્ત શુદ્ધ સોનાધી જરીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, કિંતુ વધતી જતી કિંમતને ધ્યાનમાં રાખી નકલી ચમકદાર જરીનું કામ પણ હવે જોરમાં ચાલે છે. આમાં અનેક પ્રકારના નમૂનાઓ બનાવવામાં આવે છે. આને મોટિફ કહેવામાં આવે છે. હાલમાં ઘણી જાતનાં મોટિફનું ચલણ વધી રહ્યું છે, પરંતુ કેટલીક મુખ્ય પરંપરાગત મોટિફ કે જેણે આજે પણ પોતાની બનારસી ઓળખ બનાવી રાખી છે, જેમ કે બૂટી, બૂટા, કોનિયા, બેલ, જાળ તથા જંગલા, ઝાલર વગેરે
મોટિફ
[ફેરફાર કરો]બૂટી
[ફેરફાર કરો]બૂટી નાની-નાની તસ્વીરોની આકૃતિ વડે બનેલી હોય છે. એની અલગ-અલગ ભાત (પૈટર્ન) બે અથવા ત્રણ રંગોના દોરાની સહાયતા વડે બનાવવામાં આવે છે. આ બનારસી સાડી માટે મુખ્ય આવશ્યક તથા મહત્વપૂર્ણ ડિઝાઇનોમાંથી એક ગણાય છે. એના વડે સાડીના જમીન તરફ રહેતા અથવા મુખ્ય ભાગને સુસજ્જિત કરવામાં આવે છે. પહેલા રંગને 'હુનર કા રંગ ' કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે સોનેરી (ગોલ્ડ) અથવા રૂપેરી (સિલ્વર) દોરાને એક વધારાનું (એક્સટ્રા) ભરતકામ વડે બનાવવામાં આવે છે, જો કે આજકાલ આ કામ માટે રેશમી દોરાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેને મીના કહેવામાં આવે છે, જે રેશમના દોરા વડે જ બનતા હોય છે. સામાન્ય રીતે મીનાનો રંગ હુનરના રંગનો જ હોવો જોઇએ.