હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ચિત્ર:Hemchandracharya North Gujrat University logo.png
મુદ્રાલેખસંસ્કૃત: पावका नः सरस्वती
પ્રકારજાહેર
સ્થાપના૧૯૮૬
શૈક્ષણિક જોડાણ
U.G.C, N.A.A.C
કુલપતિઆચાર્ય દેવવ્રત
ઉપકુલપતિજે. જે. વોરા
સ્થાનપાટણ, ગુજરાત, ભારત
23°51′50″N 72°8′12″E / 23.86389°N 72.13667°E / 23.86389; 72.13667
કેમ્પસગ્રામ્ય
વેબસાઇટwww.ngu.ac.in

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં આવેલ જાહેર યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર ઉત્તર ગુજરાત સ્થિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓ છે. યુનિવર્સિટીને એન.એ.સી.સી. દ્વારા રાજ્ય યુનિવર્સિટી માટે એ ગ્રેડ ની માન્યતા મળેલ છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત વિધાનસભાનાં ૨૨મા અધિનીયમ (૧૯૮૬) હેઠળ ૧૧મી સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ કરવામાં આવી હતી. ડો. કુલિનચંદ્ર યાજ્ઞિક યુનિવર્સિટીના સૌપ્રથમ ઉપ કુલપતિ હતા.

કેમ્પસ[ફેરફાર કરો]

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ કરીને બનાવવામાં આવી હતી, પરંતુ તેને કોઇ અલગ કાર્યાલય ફાળવવામાં આવેલ ન હોવાથી પાટણ ખાતેના તત્કાલીન શૈક્ષણિક સંકુલમાં ચાલુ કરવામાં આવેલું. ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા હસ્તાંતરીત થયેલ જમીન ઉપર નવું કેમ્પસ બનાવવામાં આવ્યુ હતું.

શૈક્ષણીક વિભાગો અને કેન્દ્રો[ફેરફાર કરો]

યુનિવાર્સિટીમા રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર વિજ્ઞાન, વાણિજ્ય,પત્રકારત્વ, અંગ્રેજી, સંસ્ક્રુત, શિક્ષણ, સામાજીક વિજ્ઞાન અને ગ્રંથાલય વિજ્ઞાનનાં અનુસ્નાતક વિભાગો આવેલા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ભારતીય "ડાયસ્પોરા", કોમ્પયુટર સંશોધન કેન્દ્ર આવેલ છે. યુનિવર્સિટી ડો. બાબાસાહેબ આંબેડકર મુક્ત વિદ્યાલયનું કેન્દ્ર પણ ચલાવે છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]