ગણપત યુનિવર્સિટી
પ્રકાર | ખાનગી |
---|---|
સ્થાપના | 2005 |
કુલપતિ | અનિલભાઈ ટી. પટેલ |
પ્રમુખ | ગણપતભાઈ પટેલ |
ઉપકુલપતિ | પ્રો. પી. આઇ. પટેલ |
સ્નાતક વિદ્યાર્થીઓ | 19788 |
સરનામું | ગણપત વિદ્યાનગર, મહેસાણા-ગોઝારીયા હાઈવે, ખેરવા,મહેસાણા, ગુજરાત, 384012, ભારત |
કેમ્પસ | શહેરી |
જોડાણો | યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ભારત) (યુજીસી) |
વેબસાઇટ | ગણપત યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ |
ગણપત યુનિવર્સિટી એ ખેરવા ,મહેસાણા, ગુજરાત, ભારત ખાતે આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેનું સંચાલન મહેસાણા જિલ્લા શિક્ષણ સંગઠન (Mehsana District Education Foundation) દ્વારા કરવામાં આવે છે. ગણપત વિશ્વવિદ્યાલયની કલ્પના એવી શિક્ષણની વસાહત તરીકે કરવામાં આવી છે કે જ્યાં આવેલા ઘર ખાતે દરેક પ્રકારના ધંધા-વ્યવસાય માટેનું મૂલ્યસભર શિક્ષણ મળે અને આ શિક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિસ્પર્ધા કરનારું તેમજ માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમોથી સજ્જ હોય અને બીજી તરફ એવી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંસ્થાઓ પણ હોય કે જ્યાં મજબુત પાયાનું શિક્ષણ મળે કે જે, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને વારસા પર આધારીત પણ હોય.
ઉદ્દેશ
[ફેરફાર કરો]"It is with great hope and pride that we welcome you to our shared journey. Seek, Search and Offer programmes that lead to symbiotic emergence of 'academic excellence' and 'industrial relevance' in education and research."
સંસ્થાઓ અને વિદ્યાલયો
[ફેરફાર કરો]ગણપત યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમોને નીચે મુજબના સંસ્થા / વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યા છે.
- યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ
આ કોલેજ નીચેના વિષયોમાં બી.ટેક કાર્યક્રમો રજૂ કરે છે:
- કમ્પ્યુટર એન્જિનિયરિંગ (60)
- ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જીનિયરિંગ (120)
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી (60)
- બાયોમેડિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ (60)
- મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ (120)
- મિકેનિકલ એન્જિનિયરિંગ (60)
- સિવિલ એન્જિનિયરિંગ (60)
- માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (60)
- એ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ
આ સંસ્થા નીચેના કાર્યક્રમો રજૂ કરે છે:
- માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (એમસીએ) (60)
- પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એપ્લિકેશન (પીજીડીસીએ) (120)
- બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (બીસીએ) (120)
- ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ:
- માસ્ટર ઓફ સાયન્સ (સીએ અને આઈટી) (બી.એસ.સી. (સીએ અને આઈટી) + એમ.એસ.સી. (સીએ અને આઈટી) 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ કોર્સ) એમ.એસ.સી. (સીએ અને આઈટી) (180)
- માસ્ટર ઓફ સાયન્સ (કમ્પ્યુટર સાયન્સ) એમ.એસ.સી (સીએસ)
- એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ
નીચેનાં અભ્યાસક્રમો રજૂ થાય છે:
- માસ્ટર ઓફ ફાર્મસી (94) - ફાર્માસ્યુટિકલ સાયન્સમાં સાત મુખ્ય શાખાઓમાં
- બેચલર ઓફ ફાર્મસી (60)
- ડિપ્લોમા ઓફ ફાર્મસી (60)
- વી.એમ.પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ
- માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (120)
- વી.એમ.પટેલ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ
કૉલેજ 10 + 2 વિદ્યાર્થીઓ (વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટસ-અર્થશાસ્ત્ર અને અંગ્રેજી સાથે) માટે 3 વર્ષનો બીબીએ કાર્યક્રમ પ્રદાન કરે છે. નીચેનાં અભ્યાસક્રમો રજૂ થાય છે:
- બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (240)
- મેનેજમેન્ટ અભ્યાસ માટે કેન્દ્ર
- માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ફાર્મા)
- મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સિસ (બી.એસ.સી. અને એમ.એસ.સી. અભ્યાસક્રમો)
- બી.એસ.પટેલ પોલિટેકનિક સેન્ટર
બી. એસ. પટેલ પોલીટેકનિક, ઓગસ્ટ -1999 માં સ્થપાયેલી. તે સૌથી મોટો ઇન્ટેક ઇન્સ્ટિટ્યુટ છે અને બે શિફ્ટ (સવાર અને સાંજ) માં ચાલે છે. તેમાં નીચે મુજબ ના અભ્યાસક્રમ ચાલે છે:,
- સિવિલ (160 સવાર અને સાંજ),
- મિકેનિકલ (180 સવાર અને સાંજ),
- ઇલેક્ટ્રિકલ (60 સવાર),
- ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (120 સવાર અને સાંજ),
- કમ્પ્યુટર (120 સવાર અને સાંજ),
- માહિતી અને તકનીક (60 સાંજ),
- મેકાટ્રોનિક્સ (60 સવાર અને સાંજ)
- ઑટોમોબાઇલ (60 સાંજ) એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ.
સવલતો
[ફેરફાર કરો]મહેસાણા નજીક ખેરવા માં હાઈટેક શિક્ષણ કેમ્પસ, 300 acres (1.2 km2) જમીન ઉપર ફેલાયેલ છે. 50,000 થી વધુ વૃક્ષો સાથે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે પ્રેરણા માટે લીલું-હરિયાળું અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનાવે છે:
- સ્ટાફ-ક્વાર્ટર્સ
- ગેસ્ટ હાઉસ
- ખરીદી બજાર/શોપિંગ સેંટર
- બેંક કાઉન્ટર
- ઓપન એર થિયેટર
- શાળાઓ
- જિમ્નેશિયમ
- કેમ્પસ ક્લિનિક
- કેન્ટિન
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગણપત યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ
- યુ, વી. પટેલ કોલેજ ઓફ એન્જિન્યરીંગ, ખેરવાની વેબસાઇટ
- શ્રી એસ. કે. કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૮ ના રોજ વેબેક મશિન
- એ.એમ.પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ સંગ્રહિત ૨૦૦૭-૧૧-૨૧ ના રોજ વેબેક મશિન
- વી.એમ.પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ
- બી. એસ. પટેલ પોલીટેક્નિક સેંટર સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન
- ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ગણપત યુનિવર્સિટી સંગ્રહિત ૨૦૦૭-૦૯-૦૧ ના રોજ વેબેક મશિન