કૃષિ યુનિવર્સિટી, આણંદ
Appearance
મુદ્રાલેખ | कृण्वन्तो राष्ट्र कृषि संपन्नम् |
---|---|
પ્રકાર | જાહેર |
સ્થાપના | ૨૦૦૪ |
કુલપતિ | ગુજરાત રાજ્યના રાજ્યપાલ |
ઉપકુલપતિ | ડો. કે. બી. કથીરીયા |
સ્થાન | આણંદ, ગુજરાત, ભારત |
કેમ્પસ | શહેરી |
જોડાણો | ICAR |
વેબસાઇટ | www |
આણંદ કૃષિ યુનિવર્સિટી ગુજરાત રાજ્યના આણંદ ખાતે આવેલ એક કૃષિ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી પહેલા ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ભાગરુપ હતી. આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર રાજ્યના ખેડા, આણંદ, અમ્દાવાદ,વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ છે. યુનિવર્સિટી ખેતીવાડી, બાગકામ, ઇજનેરી, મેનેજમેન્ટ અને આઈ.ટી ક્ષેત્રોમાં શિક્ષણ આપે છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]કૃષિ યુનિવર્સિટી પહેલા ગુજરાત કૃષિ યુનિવર્સિટીનો એક ભાગરુપે ખેતીવાડી કોલેજ હતી અને તેની સ્થાપના ૧૯૩૮માં સરદાર પટેલ અને ક. મા. મુન્શીના પ્રયત્નોથી કૃષિ ગો વિદ્યા ભવનના નામે થઈ હતી. ખેતીવાડીના નામે જાણીતી આ સંસ્થા ૧૯૭૨ની સાલમાં આણંદની વેટરનરી કોલેજ (સ્થાપના: ૧૯૬૪) સાથે ગુજરાત કૃષિ યુનિવર્સિટીનો ભાગ બની હતી. ૨૦૦૪ની સાલમાં આ યુનિવર્સિટી સ્વતંત્ર યુનિવર્સિટી બની હતી.
સંલજ્ઞ કોલેજો અને સંસ્થાઓ
[ફેરફાર કરો]- બંસીલાલ અમૃતલાલ કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ
- શેઠ એમ.સી. કોલેજ ઓફ ડેરી સાયન્સ, આણંદ
- કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી, આણંદ
- કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા
- કોલેજ ઓફ એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
- કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી, આણંદ
- કોલેજ ઓફ હોર્ટીકલ્ચર, આણંદ (બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ભાગ તરીકે સ્થપાયેલ)
- કોલેજ અને પોલીટેકનિક ઓફ એગ્રીકલ્ચર, વસો (બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર ના ભાગ તરીકે સ્થપાયેલ)
- કોલેજ ઓફ એગ્રીકલ્ચર, જબુઆગમ (બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ભાગ તરીકે સ્થપાયેલ)
- શેઠ એમ.સી. પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, આણંદ
- પોલીટેકનિક ઇન હોર્ટીકલ્ચર, વડોદરા
- પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, દાહોદ
- પોલીટેકનિક ઇન ફૂડ સાયન્સ એન્ડ હોમ ઇકોનોમિક્સ, આણંદ.
સંશોધન કેન્દ્રો
[ફેરફાર કરો]- એગ્રી એન્ડ ફૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર, AAU, આણંદ
- પ્રાદેશિક સંશોધન મથક, આણંદ
- બીડી તમાકુ સંશોધન સ્ટેશન, આણંદ
- મુખ્ય ચારો સંશોધન મથક, આણંદ
- રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ, આણંદ
- મુખ્ય શાકભાજી સંશોધન મથક, આણંદ
- ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન કેન્દ્ર, બોરિયાવી
- બાયો કંટ્રોલ પ્રોજેક્ટ, આણંદ
- નીંદણ નિયંત્રણ યોજના, આણંદ
- સૂક્ષ્મ પોષકતત્વો પ્રોજેક્ટ, આણંદ
- પશુ પોષણ સંશોધન, આણંદ
- કૃષિ બાયોટેકનોલોજીમાં શ્રેષ્ઠતા કેન્દ્ર, આણંદ
- જંતુનાશક અવશેષો પર AINP, ICAR- યુનિટ-૯
- ચોખા સંશોધન સ્ટેશન
- મુખ્ય મકાઈ સંશોધન મથક, ગોધરા
- પ્રાદેશિક સંશોધન સ્ટેશન, અરણેજ
- કૃષિ સંશોધન મથક, દાહોદ
- પ્રાદેશિક કપાસ સંશોધન મથક, વિરમગામ
- કૃષિ સંશોધન મથક, ડેરોલ
- કૃષિ સંશોધન મથક, ધંધુકા
- પિયત પાક માટે કૃષિ સંશોધન મથક, ઠાસરા
- પલ્સ રિસર્ચ સ્ટેશન, વડોદરા
- ડાંગર સંશોધન મથક, ડભોઈ
- એરંડા અને બીજ મસાલા સંશોધન સ્ટેશન, સાણંદ
- નર્મદા સિંચાઈ સંશોધન મથક, ખાંધા
શૈક્ષણીક કેન્દ્રો
[ફેરફાર કરો]- સ્કૂલ ઓફ બેકિંગ, આણંદ
- સરદાર સ્મૃતિ કેન્દ્ર, આણંદ
- કૃષિ માહિતી ટેકનોલોજી કેન્દ્ર, આણંદ
- સેન્ટર ફોર કોમ્યુનિકેશન નેટ વર્ક, આણંદ
- ફાર્મ એડવાઇઝરી સર્વિસ, આણંદ
- વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ
- મરઘાં તાલીમ કેન્દ્ર, આણંદ
- માલી તાલીમ કેન્દ્ર, આણંદ
- ટેકનોલોજી ટ્રાન્સફર સેન્ટર, અરણેજ
- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ (સોજીત્રા)
- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ
- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ
- આદિજાતિ તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયા
- આદિજાતિ તાલીમ, દાહોદ