કૃષિ યુનિવર્સિટી, નવસારી

વિકિપીડિયામાંથી
કૃષિ યુનિવર્સિટી, નવસારી
પ્રકારજાહેર સંસ્થા
સ્થાપના૨૦૦૪
ચાન્સેલરડૉ. કમલા બેનિવાલ
વાઇસ-ચાન્સેલરડો. આર.પી.એસ. અહલાવત
સ્થાનનવસારી, ગુજરાત, ભારત, ભારત
કેમ્પસશહેરી વિસ્તાર
યુનિવર્સિટીનું પ્રવેશ દ્વાર

કૃષિ યુનિવર્સિટી, નવસારી એ ખેતીવાડીલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓનું વ્યવસ્થાપન કરતી વિદ્યાપીઠ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારી શહેરમાં એરુ ચાર રસ્તા નજીક ખાતે એક વિશાળ સંકુલમાં આવેલી છે. આ યુનિવર્સિટીનું સંચાલન મે, ૨૦૦૪ સુધી ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હતું. આ સંસ્થા હેઠળ કૃષિ, કૃષિલક્ષી ધંધાકીય વ્યવસ્થાપન (એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ), બાગાયત (હોર્ટિકલ્ચર) અને વનસંવર્ધન (ફોરેસ્ટ્રી)ને લગતા અભ્યાસક્રમોના શિક્ષણનું સંચાલન કરવામાં આવે છે. આ યુનિવર્સિટી વિશેષ કરીને કૃષિ, બાગાયત, વનસંવર્ધન તેમજ મત્સ્યસંવર્ધન જેવા વિષયોનું ઉચ્ચ શિક્ષણ (સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષા) આપવાની તમામ સવલતો પૂરી પાડે છે. આ સંસ્થાનો હેતુ લોકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો તેમ જ તેમને કૃષિને લગતા અદ્યતન જ્ઞાન પૂરું પાડવાનો છે.

શૈક્ષેણીક વિભાગો[ફેરફાર કરો]

  • કૃષિ વિભાગ (ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર)
  • બાગાયત અને વનસંવર્ધન વિભાગ (ફેકલ્ટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી)
  • કૃષિલક્ષી ધંધાકીય વ્યવસ્થાપન વિભાગ (ફેકલ્ટી ઓફ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]