લખાણ પર જાઓ

મીઠી વાવ, પાલનપુર

વિકિપીડિયામાંથી
મીઠી વાવ
મીઠી વાવ
મીઠી વાવ, પાલનપુર is located in ગુજરાત
મીઠી વાવ, પાલનપુર
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીહિંદુ સ્થાપત્ય
નગર અથવા શહેરપાલનપુર
દેશભારત
અક્ષાંશ-રેખાંશ24°10′08″N 72°26′37″E / 24.16881°N 72.44352°E / 24.16881; 72.44352
પૂર્ણ૮મી સદી
તકનિકી માહિતી
માળની સંખ્યા
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક
DesignationsS-GJ-26 ‍(રાજ્ય સંરક્ષિત સ્મારક)

મીઠી વાવ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી પ્રાચીન અને ઐતહાસિક[] વાવ છે.[] ૮મી સદીમાં બંધાયેલી આ વાવ પરમાર વંશના શાસનની એકમાત્ર નિશાની તરીકે બાકી રહી છે.

નકશો

મીઠી વાવ પાલનપુરના પૂર્વ ભાગમાં આવેલી છે. આ વાવમાં પાંચ માળ આવેલા છે, જેમાં પશ્ચિમ બાજુથી પ્રવેશી શકાય છે.

તેની સ્થાપત્ય શૈલી પરથી એવું મનાય છે કે તેનું બાંધકામ મધ્યયુગના અંતમાં થયું હોવું જોઇએ પરંતુ દિવાલો પરની મૂર્તિઓ તેના કરતાં જૂની હોઇ શકે છે. મૂર્તિઓમાં ગણેશ, શિવ, અપ્સરાઓ, નૃત્યાંગનાઓ, પૂજા કરતું યુગલ વગેરેનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત ફૂલબુટ્ટા તેમજ ભૌમિતિક આકારોની કોતરણીઓ જોવા મળે છે. વાવમાં ડાબી બાજુની દીવાલ પરની એક મૂર્તિ પર લગભગ અસ્પષ્ટ થયેલો એક શિલાલેખ આવેલો છે તે સંવત ૧૩૨૦ની (ઇ.સ. ૧૨૬૩) સાલ દર્શાવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "પાલનપુરમાં મીઠીવાવની સફાઈ કરાઈ". દિવ્ય ભાસ્કર. ૨૭ ડિસેમ્બર ૨૦૧૩. મેળવેલ ૪ માર્ચ ૨૦૧૭.
  2. "Tourism in Banaskantha(Palanpur), Best Places in Banaskantha(Palanpur) | TourismGuideIndia.com". www.tourismguideindia.com. મૂળ માંથી 2017-03-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૭.
  3. Mehta, R. N. (31 March 1977). "III: Explorations in the Banaskantha District". Archaeology of the Banaskantha district, North Gujarat upto 1500 A D (Part 1) (Thesis). Department of Archaeology and Ancient History, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય. પૃષ્ઠ 77–78. hdl:10603/72152. મેળવેલ 7 March 2017.