લખાણ પર જાઓ

પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર, પાલનપુર

વિકિપીડિયામાંથી
પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર
ધર્મ
જોડાણજૈન ધર્મ
દેવી-દેવતાપાર્શ્વનાથ
સ્થાન
સ્થાનપાલનપુર, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત
પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર, પાલનપુર is located in ગુજરાત
પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર, પાલનપુર
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°10′15″N 72°26′17″E / 24.17089°N 72.43810°E / 24.17089; 72.43810
પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર, પાલનપુર ખાતે આવેલી રાજા પ્રહલાદનની મૂર્તિ.

પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર ખાતે આવેલ છે. પાલનપુરની સ્થાપના થયા પછી રાજા પ્રહલાદન દ્વારા આ દેરાસરનું નિર્માણ કરાવ્યાનું વર્ણન પ્રાપ્ત થાય છે. આ જૈન દેરાસરની ભવ્યતા વિષયક અલંકૃત કાવ્યમય વર્ણન "સોળ સૌભાગ્ય" અને "હીર સૌભાગ્ય"માં જોવા મળે છે.[૧]

આ દેરાસર પાલનપુર શહેરની મધ્યમાં હીરવિજયસૂરી મહારાજના જન્મ સ્થળની સામે આવેલું છે.

અનુમાન છે કે શિલ્પ સ્થાપત્યથી શોભતું આ દેરાસર નિર્માણ સમયે અતિભવ્ય હશે પણ કાળક્રમે આક્રમણોમાં તે ખંડીત થયેલ છે. કાળક્રમે તેનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. મુળ ગર્ભગૃહની અંદર રહેલી પ્રતિમાઓની સ્થાપના બેઠક અને કેટલીક પ્રતિમાઓના ખંડીત પરિકરો અસલ મંદિરની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ જિનાલયની ભીંતમાં પ્રહલાદન દેવની પ્રતિમા જોવા મળે છે.

દંતકથા[ફેરફાર કરો]

રાજા પ્રહલાદ કુષ્ઠરોગનો ભોગ બન્યા હતા. શીલધવલ નામના જૈન આચાર્યની આજ્ઞા મુજબ તેણે પાલનપુરમાં પ્રહલાદ વિહાર નામનું જિનાલય બંધાવ્યુ હતું. એમાં પાર્શ્વનાથની સ્થાપના કરી અને કહેવાય છે કે તેના પક્ષાલજળથી સ્નાન કરવાથી તેમનો કુષ્ઠરોગ દુર થયો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-08-31 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.