લખાણ પર જાઓ

કીર્તિ સ્તંભ, પાલનપુર

વિકિપીડિયામાંથી
કીર્તિ સ્તંભ
કીર્તિ સ્તંભ, પાલનપુર
નકશો
24°10′27″N 72°25′59″E / 24.1742053°N 72.4330295°E / 24.1742053; 72.4330295
Locationપાલનપુર, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત
Builderસૈયદ ગુલાબ મિયા અબ્દુમિયા
Completion date૧૯૧૮

કીર્તિ સ્તંભ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગર ખાતે આવેલ એક ઐતિહાસિક સ્થાપત્ય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
કિર્તીસ્થંભના ઉદ્ઘાટનનું નિમંત્રણ, પાલનપુર રજવાડું.

પાલનપુરના નવાબોની ભવ્યતાના પ્રતીકરૂપે બંધાવવામાં આવેલ કીર્તિ સ્તંભ શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થિત એક ઊંચો સ્તંભ છે. આ ઇમારતનું નિર્માણ ઈ.સ. ૧૯૧૮માં નવાબ તાલે મોહમ્મદખાન દ્વારા શેર મોહમ્મદખાનની બહાદુરીની ઉજવણી માટે, પબ્લિક વર્ક્સ ઓફિસર સૈયદ ગુલાબ મિયા અબ્દુમિયાની દેખરેખ હેઠળ બંધાવવામાં આવ્યું હતું અને તેનો કુલ ખર્ચ રૂ. ૪૦,૦૦૦ જેટલો થયો હતો.

પાલનપુર અને ઝાલોરના શાસકોની યાદી પર તેના પર કોતરવામાં આવેલ છે. બિકાનેરના મહારાજા જનરલ સર ગંગાસિંહજી દ્વારા આ કીર્તિ સ્તંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "કિર્તી સ્તંભ". ૨૨ ઓગસ્ટ ૨૦૧૮. {{cite web}}: Check date values in: |date= (મદદ)