શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર
શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર | |
---|---|
Location | |
તાલેબાગ , | |
Coordinates | 24°09′58″N 72°26′30″E / 24.16604°N 72.44177°E |
Information | |
Founded | ૧૯૫૧ |
Affiliations | ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
Website | http://www.vidyamandir.org |
શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર એ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુરમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થા વિદ્યામંદિર ટ્રસ્ટ તરીકે ઓળખાય છે અને સમગ્ર પાલનપુરમાં ૨૩ જેટલાં વિવિધ એકમોમાં વ્યાપેલી છે. વિદ્યામંદિરમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમોની શાળાઓ આવેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]વિદ્યામંદિરની સ્થાપના 'શ્રી પાલનપુર શિશુશાળા બાળમંદિર અને એજ્યુકેશન ટ્રસ્ટ' તરીકે ઇ.સ. ૧૯૫૧માં કરવામાં આવી હતી.[૧]
પેટા સંસ્થાઓ
[ફેરફાર કરો]વિદ્યામંદિર સંસ્થા વિવિધ એકમોમાં નીચે પ્રમાણે વહેંચાયેલી છે:
બાળ મંદિર [૧]
[ફેરફાર કરો]- શ્રી જૈન બાલમંદિર, શિશુશાળા પ્રાંગણ (ગુજરાતી માધ્યમ)
- શ્રી ચંદુલાલ રાયચંદ મહેતા બાલમંદિર (ગુજરાતી માધ્યમ) આ બાલમંદિર 'ટાવર બાલમંદિર' ના નામે પણ ઓળખાય છે.
- શ્રીમતી કમલાબેન રતનચંદ પરીખ બાલમંદિર (ગુજરાતી માધ્યમ) આ બાલમંદિર 'શિશુશાળા' ના નામે પણ ઓળખાય છે.
- માતૃશ્રી મણિબેન રાજમલભાઇ મહેતા બાલમંદિર (અંગ્રેજી માધ્યમ)[૨]
- શ્રીમતી મેનાબેન મણિલાલ મહેતા બાલમંદિર (અંગ્રેજી માધ્યમ)[૨]
પ્રાથમિક શાળાઓ
[ફેરફાર કરો]ધોરણ ૧ થી ૪[૩]
[ફેરફાર કરો]- શ્રી જૈન શિશુશાળા
- શ્રી રાજ-મણિ પ્રાથમિક શાળા
- શ્રી છોટાલાલ કેશવલાલ મહેતા તાલીમ શાળા
- શ્રીમતી મેનાબેન મણિલાલ મહેતા અંગ્રેજી માધ્યમ શાળા[૨]
ધોરણ પ થી ૭[૩]
[ફેરફાર કરો]- શ્રી આઇ. જે. મહેતા વિનયમંદિર
- શ્રી બી. કે. ભણશાળી વિનયમંદિર
- શ્રી છોટાલાલ કેશવલાલ મહેતા તાલીમ શાળા
- શ્રીમતી મેનાબેન મણિલાલ મહેતા અંગ્રેજી માધ્યમ શાળા[૨]
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ [૩]
[ફેરફાર કરો]- શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર (ધોરણ ૮ થી ૧૦)
- શ્રી કેશવલાલ માણેકલાલ ચોક્સી ઉચ્ચતર માધ્યમિક શાળા
- શ્રી મેનાબેન મણિલાલ મહેતા અંગ્રેજી માધ્યમ શાળા (ધોરણ ૮ થી ૧૦)
- શ્રી મેનાબેન મણિલાલ મહેતા અંગ્રેજી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ)[૨]
- શ્રી મેનાબેન મણિલાલ મહેતા અંગ્રેજી ઉચ્ચતર માધ્યમિક શાળા (સામાન્ય પ્રવાહ)[૨]
મમતા મંદિર
[ફેરફાર કરો]મમતા મંદિર સંકુલ વિકલાંગો માટેની સંસ્થા છે[૪], જે નીચે પ્રમાણેના એકમો ધરાવે છે. વિદ્યામંદિરમાં પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગોને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ લેવાની પણ તક આપવામાં આવે છે.
- પ્રજ્ઞાચક્ષુઓ માટેની સંસ્થા
- મૂક-બધિરો માટેની સંસ્થા
- માનસિક વિકલાંગો માટેની સંસ્થા
- શારિરીક વિકલાંગો માટેની સંસ્થા
- વર્કશોપ
તાલીમ સંસ્થાઓ[૫]
[ફેરફાર કરો]- શ્રી ડાહ્યાલાલ ડોસજીભાઇ ચોક્સી માધ્યમિક શિક્ષણ કોલેજ
- શ્રી છોટાલાલ કેશવલાલ મહેતા પ્રાથમિક શિક્ષણ કોલેજ
- શ્રી કાલિદાસ જેઠાભાઇ મહેતા પૂર્વ-પ્રાથમિક શિક્ષણ કોલેજ
- ખાસ શૈક્ષણિક કોલેજ (B.Ed.)
અન્ય
[ફેરફાર કરો]શાળા સંકુલોની સાથે વિવિધ સુવિધાઓ જેવી કે, કેન્દ્રીય પુસ્તકાલય, રમકડાં ઘરો, કેન્ટિન, વિજ્ઞાન પ્રયોગશાળાઓ, પાણી પરબો અને બીજી સામાન્ય સુવિધાઓ પણ છે. વિવિધ કેન્દ્રો જેવા કે કલાકેન્દ્ર, શારિરીક શિક્ષણ કેન્દ્ર, કોમ્પ્યુટર અને મલ્ટિમિડિઆ કેન્દ્ર, અંગ્રેજી તાલીમ કેન્દ્ર તેમજ વોકેશનલ તાલીમ કેન્દ્રો પણ આવેલા છે.[૬]
સમાચાર
[ફેરફાર કરો]વિદ્યામંદિરે ટ્રસ્ટે ૧૪-૧૫ જાન્યુઆરી, ૨૦૧૨ ના રોજ ૬૦ વર્ષ પૂર્ણ કર્યા તે નિમિત્તે 'હીરક જયંતી' ઉજવી હતી.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Vidyamandir Trust". vidyamandir.org. મેળવેલ 2019-09-25.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "Vidyamandir Trust". vidyamandir.org. મૂળ માંથી 2019-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-25.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "Vidyamandir Trust". vidyamandir.org. મૂળ માંથી 2019-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-25.
- ↑ "Vidyamandir Trust". vidyamandir.org. મૂળ માંથી 2019-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-25.
- ↑ "Vidyamandir Trust". vidyamandir.org. મૂળ માંથી 2019-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-25.
- ↑ "Vidyamandir Trust". vidyamandir.org. મૂળ માંથી 2019-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-25.
- ↑ "Vidyamandir Trust Turns 60 - Beneficiation, Indian Style". મૂળ માંથી 2012-10-31 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭.