છત્રાલની વાવ
છત્રાલની વાવ મહેસાણા જિલ્લાના છત્રાલ ગામે આવેલી કાટખૂણી વાવ છે. આ વાવનો આકાર અંગ્રેજી અક્ષર L જેવો છે. વાવ આંશિક રીતે ખંડિત છે અને આંશિક રીતે ગામજનોએ તેનું સમારકામ કરેલું છે.[૧]
સ્થાપત્ય
[ફેરફાર કરો]કૂટ
[ફેરફાર કરો]આ વાવનાં પગથિયાં પાંચ કૂટો સાથે પાંચ માળ સુધી ઉંડે જાય છે. વાવનો પહેલો કૂટ પ્રવેશદ્વાર પછી તરત જ છે જ્યારે વાવના બીજા બે કૂટો કાટખૂણે આવેલા છે.[૧] પાંચમો કૂટ સીધો કૂવાની દિવાલ તરીકે કામ કરે છે. ચોથા કૂટમાં કૂવા સુધી લઈ જતી સીડીઓ સાંકડી થઈ જાય છે અને આગળ જવાનો રસ્તો કમાનાકાર દરવાજામાંથી પસાર થાય છે.[૧]
આ વાવના કૂટો લાંબા છે તથા તેમાં ચાર સ્તંભો અને બાજૂમાં ચાર અર્ધ-સ્તંભો આવેલા છે.[૧] આ વાવનું કદ મોટું છે પણ તેમાં કૂવા સિવાય અન્ય કોઈ હોજ આવેલો નથી.[૧]
શિલ્પ
[ફેરફાર કરો]છત્રાલની વાવ મુખ્યત્વે કોતરણી રહિત છે પરંતુ તેમાં રહેલ કૂટોના ગોખલામાં અમુક શિલ્પો આવેલાં છે જે સારી શિલ્પકળાનું પ્રતિક છે પણ અવદશામાં છે. કૂટ બેના ગોખલામાં અંબા માતા અને ભૈરવનું શિલ્પ આવેલું છે જ્યારે કૂટ ત્રણમાં ફૂલની ભાત વડે ગોખલો સજાવવામાં આવ્યો છે.[૧] કૂટ ત્રણના ગોખલા નીચે એક હાર આવેલી છે જેમાં માનવક્રિયાઓ દર્શાવી છે પણ તે ખંડિત અવસ્થામાં છે; જો કે તેમાં જન્મ આપતી મહિલા અને તેને જોતી ચાર મહિલાઓ જોઈ શકાય છે.[૧] તેની નીચેના ગોખલામાં શેષશૈયા પરના વિષ્ણુ અને વિરૂદ્ધ દિશામાં કમળની કોતરણી છે જેની નીચે ગણપતિની નાની આકૃતિ છે.[૧]