શિલ્પકલા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાત ભવ્ય સાંસ્કૃતિક અને કલાસભર શિલ્પ વારસો ધરાવે છે. હવેલી સ્થાપત્ય, મંડપ પ્રવેશદ્વાર, ખડકી, માઢ, ઝરૂખો, વગેરે લાકડામાં અને પત્થરમાં સારી રીતે કંડારાયેલા મળે છે. ગુજરાતનાં પ્રાચીન તળાવો, કુંડો, કુવા અને વાવ જેવાં કૃત્રિમ જળાશયોમાં કરેલી કોતરણીનો જગતભરમાં જોટો જડે એમ નથી. જેમ કે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, અમદાવાદની અડાલજ વાવ વગેરે.

અમદાવાદની સીદી સૈયદની જાળી, મોઢેરાનું સૂર્યમંદિર, દેલવાડાનાં અને કુંભારિયાનાં જૈન મંદિરો, સોમનાથનું પ્રસિદ્ધ શિવમંદિર, શત્રુંજય, તારંગા અને અન્ય સ્થળોનાં જૈન મંદિરો, શામળાજીનું મંદિર, અમદાવાદના હઠીસીંગના દહેરાં, અમદાવાદની રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો શેખ સાહેબનો રોજો વગેરેનો સમાવેશ થાય છે