અડાલજની વાવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અડાલજની વાવ
Adalaj step well.jpg
અડાલજની વાવ - કૂવો
અડાલજની વાવ is located in ગુજરાત
અડાલજની વાવ
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીહિંદુ અને ઇસ્લામ સ્થાપત્ય
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°10′01″N 72°34′49″E / 23.16691°N 72.58024°E / 23.16691; 72.58024
બાંધકામની શરૂઆત૧૪૯૯
પૂર્ણ૧૫મી સદી
તકનિકી માહિતી
માપપાંચ માળ ઉંડી વાવ
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક

રૂડાબાઈની વાવ કે જે મોટેભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે તે ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે.[૧][૨][૩][૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હતો. વીરસંગના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડેલ.

મહમદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું. તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં જંપલાવીને આત્મહત્યા કરી લીધી. આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે.[૫]

આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.[૬][૭]

સ્થાપત્ય[ફેરફાર કરો]

આ વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ ૫૦ ફૂટ જેટલી છે. પાંચ માળની આ ઇમારત જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે. વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે ૧૭ ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે.

શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.

ચિત્રો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Stepwells -Cosmology of Subterranean Architecture as seen in Adalaj" (pdf). Retrieved ૧૮ નવેમ્બર ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
  2. "The Adlaj Stepwell". Gujarat Tourim. Retrieved ૧૭ નવેમ્બર ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
  3. "Ancient Step-wells of India". Retrieved ૧૮ નવેમ્બર ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
  4. "Adlaj Vav - An Architectural Marvel". Retrieved ૧૭ નવેમ્બર ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
  5. Editor (2018-01-11). "Adalaj Step Well: History, Timings, Directions, and all about ahmedabad". Ashaval.com (અંગ્રેજી માં). Retrieved 2020-10-10. Check date values in: |accessdate=, |date= (મદદ)
  6. "Stepping into A Rich History". Architecture Caribbean. Retrieved 2009-11-18. Check date values in: |accessdate= (મદદ)
  7. "Step-wells of Gujarat and Rajasthan". Retrieved 2009-11-17. Check date values in: |accessdate= (મદદ)

પુસ્તકો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]