અમૃતવર્ષીની વાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અમૃતવર્ષીની વાવ
Amritvarshini Vav, Ahmedabad.jpg
અમૃતવર્ષીની વાવ
અમૃતવર્ષીની વાવ is located in Gujarat
અમૃતવર્ષીની વાવ
Gujaratમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીહિંદુ અને ઇસ્લામ સ્થાપત્ય
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
અક્ષાંસ-રેખાંશ23°01′30″N 72°35′50″E / 23.02495°N 72.5972°E / 23.02495; 72.5972
પૂર્ણ૧૭૨૩
તકનિકી વિગતો
માળની સંખ્યા
વિગતોS-GJ-1 (રાજ્ય સંરક્ષિત સ્મારક, ૧૯૬૯)

અમૃતવર્ષીની વાવ, જે પાંચકુવા વાવ અથવા કાટખૂણી વાવ તરીકે પણ જાણીતી છે, અમદાવાદ, ગુજરાતના પાંચકુવા દરવાજા વિસ્તારમાં આવેલી વાવ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પાંચકુવા, એટલે કે પાંચ કુવાઓ, વિસ્તારનું નામ આ વિસ્તારમાં આવેલ પાંચ કુવાઓ પરથી પડ્યું હતું. અમૃતાવર્ષીની વાવનું બાંધકામ ૧૭૨૩ (વિક્રમ સવંત ૧૭૭૯, હિજરી સન ૧૧૩૫)માં થયું હતું એમ તેની અંદર રહેલા દેવનાગરી અને ફારસી લખાણ પરથી જાણવા મળે છે. તે ગુજરાતના મુઘલ સુબા હૈદર કુલીનખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા ઇસ ૧૭૨૧-૧૭૨૨માં સુબાના શહેરમાં નિવાસ દરમિયાન સખાવતના હેતુથી બંધાવવામાં આવેલી હતી.[૧][૨][૩][૪]

સ્થાપત્ય[ફેરફાર કરો]

આ વાવ તેના ઓછી કોતરણી અને અંગ્રેજી એલ (L) આકારના અને સરળ બાંધકામ માટે જાણીતી છે. તેમાં ત્રણ માળ આવેલા છે અને તે ૫૦ ફીટ કરતાં વધુ ઉંડી છે. બાહ્ય માળની કમાનોનો આકાર અન્ય બે માળ કરતાં અલગ છે. ૧૯૬૯માં આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી અને ૧૯૯૯માં તેને આરક્ષિત કરવામાં આવી હતી. ૨૦૦૪માં કુવાનું ખોદકામ કરીને તેમાં ફરી પાણી લાવવામાં આવ્યું હતું.[૧]

Gallery[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Menon, Lekha (૧૮ નવેમ્બર ૨૦૦૪). "A 'step' in time". The Times of India. Retrieved ૧૨ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Mānekshāh Sorābshāh Commissariat (૧૯૫૭). A History of Gujarat: Mughal period, from 1573 to 1758. Longmans, Green & Company, Limited. p. ૪૦૪. Check date values in: |year= (મદદ)
  3. "Times of India Publications". Times of India Publications. ૨૪ નવેમ્બર ૨૦૦૯. Retrieved ૧૨ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. "Gujarat Samachar : World's Leading Gujarati Newspaper". Gujarat Samachar. ૨૬ એપ્રિલ ૨૦૧૨. Retrieved ૨૬ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)