દાદા હરિર વાવ
દાદા હરિર વાવ | |
---|---|
સીડીની ઉપર છત્ર - દાદા હરિર વાવ, ૧૮૬૬ | |
સામાન્ય માહિતી | |
સ્થાપત્ય શૈલી | હિંદુ અને મુસ્લિમ સ્થાપત્ય |
નગર અથવા શહેર | અમદાવાદ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°02′25″N 72°36′19″E / 23.0402692°N 72.605416°E |
બાંધકામની શરૂઆત | ૧૪૯૯ |
પૂર્ણ | ૧૫મી સદી |
તકનિકી માહિતી | |
માળની સંખ્યા | પાંચ |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | સ્થાનિક |
Designations | રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ASI સ્મારક ક્રમાંક N-GJ-18 |
દાદા હરિર વાવ મૂળે બાઈ હરિર વાવ જે હાલ માં દાદા હરિની વાવ તરીકે પ્રચલિત છે, અમદાવાદ, ગુજરાતના અસારવા વિસ્તારમાં આવેલી વાવ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ વાવનું બાંધકામ વાવમાં રહેલા ફારસી શિલાલેખ મુજબ સુલ્તાની બાઇ હરિરે ૧૪૮૫માં કરાવેલું.[૧] જ્યારે વાવમાં રહેલ સંસ્કૃત શિલાલેખ મુજબ આ પાંચ માળની વાવનું બાંધકામ ડિસેમ્બર ૧૪૯૯માં થયેલું છે.[૨] મહમદ શાહના શાસનમાં બાઇ હરિર સુલ્તાની, જે સ્થાનિક લોકોમાં દાઈ હરિર તરીકે જાણીતી હતા, તેમણે આ વાવનું બાંધકામ કરાવેલું. સુલ્તાની રાણીવાસમાં મુખ્ય નિરિક્ષક હતી. આ નામ પછીથી દાદા હરિરમાં ફેરવાઈ ગયુ. દરેક જગ્યાએ સુંદર કોતરણી ધરાવતી આ વાવનું બાંધકામ ૩,૨૯,૦૦૦ મહમુદીઓ (રૂપિયા 3 લાખથી વધુ)ના ખર્ચે તે સમય થયું હતું. વાવમાં કુવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે જે જુદા ઝરુખાના સ્તર પરથી નીચે જાય છે.[૧][૩]
બાંધકામ
[ફેરફાર કરો]સોલંકી સ્થાપત્ય શૈલીમાં રેત પથ્થરોથી બંધાયેલ દાદા હરિરની વાવ પાંચ માળ ઉંડી છે. તે ઉપરથી નવકોણીય છે અને અંદરથી મોટી સંખ્યામાં સ્થંભોથી બનેલી છે. દરેક માળમાં લોકો માટે પૂરતી જગ્યા રહેલી છે. વિવિધ વર્ષે થતાં વરસાદના વધારા-ઘટાડા તેમજ ઋતુમાં થતાં પાણીમાં થતા ફેરફાર માટે તે પૂરતી ઉંડી ખોદવામાં આવેલી. દરેક માળ પર પૂરતા પ્રમાણમાં હવા અને પ્રકાશ મળી રહે તે રીતે છાપરાંઓનું બાંધકામ કરવામાં આવ્યું છે. પ્રથમ માળથી ત્રણ નિસરણીઓ તળિયે પાણી સુધી દોરી જાય છે, જે એક ખાસ લાક્ષણિકતા છે.
આ વાવ ઉત્તર-દક્ષિણ ધરી પર બંધાયેલી છે, પ્રવેશદ્વાર દક્ષિણ બાજુએથી છે, ત્રણ નિસરણીઓ દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ દિશાએથી તળિયા સુધી જાય છે, જે ઉત્તર દિશામાં કૂવા તરફ દોરી જાય છે. વાવની બાંધકામ શૈલી પરંપરાગત આડા અને ઉભા સ્થંભો વાળી ભારતીય છે. કૂવાના તળીયે જમીન ચોરસ છે, જે છેક નીચે સુધી જાય છે. ચોરસ તળિયાની ઉપર સ્થંભો, આડા સ્થંભો, દિવાલો અને કમાનો વક્રાકાર આકારમાં છે, જે છેક ઉપર સુધી જાય છે. કૂવાની ટોચનો ભાગ જોકે, સીધો અને આકાશમાં ખૂલ્લો છે. ચોરસના ચાર ખૂણાઓ ૪૫ અંશના ખૂણે ગોઠવવામાં આવેલા પથ્થરના સ્થંભો વડે મજબૂત બનાવવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિ ધરાવતી ફૂલોની ભાત ઘણી જગ્યાએ કોતરણીમાં જોવા મળે છે. ઉપરના માળોમાં મુખ્ય કોતરણીઓમાં હાથીઓ (૩ ઇંચ (૭૬ મીમી)ના અને અલગ-અલગ ભાતના) નો સમાવેશ થાય છે. આ વાવની મુસ્લિમ સ્થાપત્ય શૈલી મુસ્લિમ બાઇ હરિર, જેણે વાવ બંધાવેલી, કદાચ તેના કારણે છે.
ઉનાળામાં વાવની અંદરનું તાપમાન બહારના ગરમ તાપમાન કરતાં પાંચ અંશ ઓછું હોવાનું ગણાય છે. આને કારણે દૂરથી પાણી ભરવા માટે આવતી સ્ત્રીઓ અહીંના ઠંડા વાતાવરણમાં વધુ સમય પસાર કરતી. તેઓ દેવી-દેવતાઓની પૂજા અને વાતચીતમાં પણ સમય પસાર કરતાં. આ જમીન નીચે રહેલા બાંધકામનું સ્થાપત્ય મહેલ જેવી કોતરણી ધરાવતું હોવાથી, તે મહેલ જેવું લાગે છે.
ચિત્રો
[ફેરફાર કરો]-
વાવના પગથિયાંઓ
-
પગથિયાંઓ
-
હઝરત બાઈ હરિર સુલતાની રહ. નો મકબરો
-
હજરત બાઈ હરિર સુલતાની રહ. ના મકબરા ની કોતરણી
-
વાવ થી આકાશ નો દ્રશ્ય
-
અંદરની કોતરણી
-
હજરત બાઈ હરિર સુલતાની મસ્જિદ
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ 282.
- ↑ Hultzsch, E.; Abbot, J. E. (૧૯૧૨). "Bai Harir's Inscription at Ahmadabad, AD 1499". Epigraphia Indica. IV. પૃષ્ઠ ૨૯૭-૩૦૦.
- ↑ Rajan, Soundara (૨૭ નવેમ્બર ૨૦૦૯). "Bad times for Dada Hari ni Vav in Gujarat". મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૪.