અડાલજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અડાલજ
—  નગર  —

અડાલજનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°10′12″N 72°34′48″E / 23.170000°N 72.580000°E / 23.170000; 72.580000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
વસ્તી ૧૧,૯૫૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૮ /
સાક્ષરતા ૮૩.૭% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 68 metres (223 ft)

અડાલજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક ગામ છે. અડાલજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ અમદાવાદની ઉતરે ૧૯ કિમી અને ગાંધીનગરથી ૫ કિમી દુર આવેલ છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

અડાલજની વાવ[ફેરફાર કરો]

અડાલજની વાવ

અડાલજ ગામની સીમ પર વીરસંઘ વાધેલાની પત્ની રૂડીબાઇએ વાવનું નિર્માણ કરાવેલું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવ થી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયેલ. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવનું અનેરૂ મહત્વ છે. છેલ્લા ઘણા વર્ષોથી અડાલજની વાવ પાસે વોટર ફેસ્ટિવલ પણ યોજાય છે.

ત્રિમંદિર[ફેરફાર કરો]

ત્રિમંદિર
સીમંધર સ્વામીની ૧૩ ફીટ ઉંચી મૂર્તિ

અડાલજ ગામમાં અમદાવાદ-કલોલ હાઇવે પર દાદા ભગવાનની પ્રેરણાથી ત્રિમંદિર બનાવવામાં આવ્યું છે.[૨]

ગાંધીનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Adalaj Population, Caste Data Gandhinagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૫ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  2. "List of Trimandir's | Trimandir | Non-Sectarian Temple | Spiritual Temples". www.dadabhagwan.org. Retrieved 2019-12-11. Check date values in: |accessdate= (મદદ)