લખાણ પર જાઓ

સાદરા (તા. ગાંધીનગર)

વિકિપીડિયામાંથી
સાદરા
—  ગામ  —
સાદરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E / 23.22482; 72.646377
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
તાલુકો ગાંધીનગર
વસ્તી ૫,૯૮૯ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી,
રાઇ, તમાકુ તેમજ શાકભાજી

સાદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક ગામ છે. સાદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સાદરા સાબરમતી નદીના કિનારે આવેલું છે. ગામનો કુલ વિસ્તાર ૧૨૪૧.૭૧ હેક્ટર છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સાદરા કિલ્લો

મુઘલ સમયમાં સાદરા ઇસ્લામાબાદ તરીકે ઓળખાતી લશ્કરી છાવણી હતી. બ્રિટિશ સમય દરમિયાન ગામ વાસણા રજવાડા હેઠળ હતું અને મહી કાંઠા એજન્સીનું મુખ્ય મથક હતું. ઇ.સ. ૧૮૨૧માં જ્યારે મહી કાંઠા એજન્સીની રચના થઇ હતી ત્યારે વાસણાના ઠાકોરથી ગામની નજીકની જમીન ભાડા પર લેવામાં આવી હતી. અહીં ઇ.સ. ૧૪૨૬ના સમયનો કિલ્લો આવેલો છે, જે અહમદ શાહ પહેલાએ (૧૪૧૧-૧૪૪૩) દ્વારા અહમદનગર (હવે: હિંમતનગર)ની સ્થાપના વખતે બનાવેલો હોવાનું મનાય છે.[૧]

વસ્તી[ફેરફાર કરો]

સાદરા ગામની વસ્તી ૫,૯૮૯ વ્યક્તિઓની છે, જેમાં ૩૧૧૫ પુરુષો અને ૨૮૭૪ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ગામમાં આશરે ૧૨૦૫ ઘર આવેલા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. 1880. પૃષ્ઠ 439.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન