લખાણ પર જાઓ

રુપાલ (તા. ગાંધીનગર)

વિકિપીડિયામાંથી
(રૂપાલ (તા. ગાંધીનગર) થી અહીં વાળેલું)
રુપાલ
—  ગામ  —
વરદાયિની માતાનું મંદિર, રુપાલ, ગાંધીનગર.
વરદાયિની માતાનું મંદિર, રુપાલ, ગાંધીનગર.
રુપાલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E / 23.22482; 72.646377
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
તાલુકો ગાંધીનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી,
રાઇ, તમાકુ તેમજ શાકભાજી

રુપાલ (તા. ગાંધીનગર) કે રૂપાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક ગામ છે. રુપાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

પલ્લીનો મેળો

[ફેરફાર કરો]

આ ગામે વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો ભરાય છે. આ દિવસે પલ્લી (માતાજી ની માંડવી) ઉપર લાખો કિલો શુધ્ધ ઘીનો અભિષેક થાય છે. આ પલ્લી મેળો સમગ્ર દેશભરમાં પ્રસિધ્ધ છે અને મેળામાં દેશ પરદેશથી લોકો ઉમટી પડે છે.

ગાંધીનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન