પલ્લીનો મેળો

વિકિપીડિયામાંથી
વરદાયિની માતાનું મંદિર, રુપાલ, ગાંધીનગર.
પલ્લીનો રથ

પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમ ‍(૯)ના દિવસે ભરાતો પ્રસિધ્ધ મેળો છે.[૧] દેવી વરદાયિની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે.[૨]

સમય અને સ્થળ[ફેરફાર કરો]

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલા રુપાલ ગામે દર વર્ષે નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો યોજાય છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે, તેઓ અહી નવદુર્ગાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપે બહુ ચારિણી હંસવાહીની સ્વરૂપે બિરાજમાન છે. ત્રેતાયુગમાં રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાએ પ્રસન્ન થઈ રામને અમોઘ દિવ્ય બાણ આપ્યું, જેનો ઉપયોગ કરી રામાયણના અંતિમ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો. દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીના દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાના શસ્ત્રો સંતાડી જુદા જુદા વસ્ત્રો ધારણ કરી, વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ આસો સુદ ૯ના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી, તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી, ગામમાં પલ્લી યાત્રા કાઢી, પંચબલી યજ્ઞ કર્યો હતો.[૩]

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

વરદાયિની માતાને પ્રસન્ન કરવા ચોખ્ખું ઘી ધરાવાય છે. જેમાં અંદાજે ચાર લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. દેવીની પલ્લી-પાલખીને ઉંચકી જતો લાંબો વરઘોડો આ મેળાની વિશિષ્ટતા છે. દર વર્ષે પલ્લીમાં ૧૦ લાખ જેટલા ભાવિકો આવે છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આજે રૂપાલની પલ્લીનો મેળો: લાખો ભક્તો ઉમટશે". દિવ્ય ભાસ્કર. ૨૧ ઓક્ટોબર ૨૦૧૫. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૮૭. ISBN 97-89-381265-97-0.
  3. ૩.૦ ૩.૧ કાલરીયા, અશોક (2019–20). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૩૮-૩૯.CS1 maint: date format (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]