લખાણ પર જાઓ

મણિનગરની વાવ

વિકિપીડિયામાંથી

મણિનગરની વાવ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર બગીચાની નજીક આવેલી એક વાવ છે. આ વાવ એક સમયમાં જમીનની નીચે દટાયેલી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેનો જીર્ણોદ્ધાર કર્યો છે. અત્યારે વાવમાં આજુબાજુના રહીશો દ્વારા કચરો ફેંકવામાં આવે છે તથા તેની જાળવણીનો અભાવ છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

વાવમાં પ્રવેશતાં જ એક કૂટ આવે છે જેના પછી બે અર્ધ-કૂટ આવે છે જેને માળખાની સહાય માટે બનાવ્યાં હોઈ શકે છે. વાવનું મૂળ બાંધકામ ઇંટ અને ચૂનાથી કરવામાં આવ્યું હતું; જીર્ણોદ્ધાર વખતે પણ ભીંત ઉપર ચૂનાનું પ્લાસ્ટર લગાવવામાં આવેલું છે. આ વાવનું બાંધકામ તદ્દન સાદું તેમજ કોતરણીરહિત છે; માત્ર પગથિયાં પર ચતુષ્કોણીય હીરાની ભાત પાડેલી છે.[]

હાલની પરિસ્થિતિ

[ફેરફાર કરો]

વાવમાં આજુબાજુના રહીશો દ્વાર કચરો ફેંકવામાં આવે છે, વાવમાં ગંદું પાણી ભરાયેલું રહે છે અને તેની જાળવણીનો એકંદરે અભાવ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, મુનિન્દ્ર (ડિસેમ્બર ૨૦૧૭). "Lesser Known Stepwells In and Around Ahmedabad-Gandhinagar Region". Urban Management Center: ૨૨-૨૫.