લખાણ પર જાઓ

હામપર વાવ

વિકિપીડિયામાંથી

હામપર વાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હામપર ગામમાં આવેલી પાંચ કૂટવાળી એક ઐતિહાસિક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[][]

ઈતિહાસ

[ફેરફાર કરો]

ધ્રાંગધ્રા નગરની નજીક આવેલું હોવાથી હામપુર ગામ ઐતિહાસિક રીતે ધ્રાંગધ્રાના ઝાલા રાજપૂતોના શાસન હેઠળ હોવું જોઈએ.[] વાવ પર કોઈ શિલાલેખ કે શિલ્પકૃતિઓ ન હોવાથી, તેનો સમયગાળો તેની વાસ્તુશૈલી, બાંધકામની પદ્ધતિ અને સુશોભન શૈલી પરથી અનુમાનિત કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વાર કૂટની રચના અને પરાગઘટ અલંકરણને ધ્યાનમાં લેતાં, હામપર વાવને ૧૬મી થી ૧૭મી સદીની માનવામાં આવે છે. આ સમયગાળો ધ્રાંગધ્રાની નાગા બાવા વાવ (લગભગ ૧૫૨૫)ના સમયગાળા સાથે સુસંગત છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

મુખ્ય માળખું

[ફેરફાર કરો]

વાવની રચના ઉત્તર-દક્ષિણ દિશામાં થયેલી છે. પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં અને કૂવો ઉત્તર દિશામાં છે. પગથિયાંવાળા માર્ગની શરૂઆત ઊંચા પ્લેટફોર્મથી થાય છે, જેના ત્રણ બાજુએ પગથિયાં છે અને ચોથી બાજુ વાવની પરસાળ તરફ જાય છે.[]

પરસાળ પાંચ મંડપ અને ચાર મધ્યવર્તી કૂટથી વહેંચાયેલ છે. ચોથા મંડપ અને ત્રીજા કૂટની આસપાસનો ભાગ ક્ષતિગ્રસ્ત છે. વાવ ચોમાસા દરમિયાન પ્રથમ માળ સુધી પાણીથી ભરાય છે.[] કૂટમાં આવેલા સ્તંભો ભદ્રક પ્રકારના (ચોરસ ખાંચાવાળા) છે જ્યારે પ્રવેશદ્વાર મંડપના સ્તંભો મિશ્રક (મિશ્રિત) પ્રકારના છે, જેમાં આડી લીટીઓ અને ખાંચાઓ છે. સ્તંભનો આધાર સાંકડો થતો જાય છે અને તેના મથાળે વર્તુળાકાર ભારણી છે. પ્રથમ કૂટમાં કળશનું અલંકરણ છે, જેમાં નાની અલંકૃત ફૂલદાની, ફૂલ અને જોડાણની શૃંખલા કોતરેલી છે.[]

જળ વ્યવસ્થા

[ફેરફાર કરો]

અહીં પાણી ખેંચવાની, વહન કરવાની અને સંગ્રહ કરવાની વ્યવસ્થા અકબંધ છે. કૂવાના પશ્ચિમ છેડે પાણીનો સંગ્રહ કરવા માટે નહેર જોડાયેલી છે. આ નહેર પૌરાણિક હાથીના આકારમાં નક્શીકામ કરેલી છે, જેમાંથી પાણી નીચેના ખાડામાં પડે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૪૭-૪૮. ISBN 978-0-391-02284-3.
  2. http://www.sycd.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/List-of-monument.pdf