ખોડિયાર માતાની વાવ, બાપુનગર
Appearance
ખોડિયાર માતાની વાવ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી મુઘલકાલીન વાવ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેની સારસંભાળ લેવાના પ્રયત્નો કર્યા છે તેથી તેનું બાંધકામ અડીખમ છે.[૧]
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ વાવમાં ત્રણ કૂટો આવેલાં છે તથા તેનો પ્રવેશદ્વાર દક્ષિણામુખ છે. આ વાવ અલંકૃત નથી અને તેના ગોખલા અને દિવાલ ઉપર માત્ર પાયાની વિગતો આવેલી છે. વાવના પ્રવેશદ્વાર પર બે તોડ આવેલા છે, જેની ટોચ અણીદાર છે તેમ જ આ તોડમાં દિવો મૂકવાના ગોખલા આવેલા છે.[૧]
કૂવાનું બાંધકામ રેતિયા પથ્થરથી બનાવવામાં આવ્યું છે. કમાન અને બાજુની દિવાલો ચૂના તથા ઇંટથી બનાવવામાં આવી છે. પહેલા કૂટને સહાય કરતી કમાનો પર સંપૂર્ણ ખીલેલાં કમળો કંડારેલાં છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, મુનિન્દ્ર (ડિસેમ્બર ૨૦૧૭). "Lesser Known Stepwells In and Around Ahmedabad-Gandhinagar Region". Urban Management Center: ૩૪-૩૭.