લખાણ પર જાઓ

ભાડજની વાવ

વિકિપીડિયામાંથી

ભાડજની વાવ અમદાવાદ શહેરની બહાર આવેલ ભાડજ ગામે આવેલી વાવ છે.[] આ વાવ ગુજરાત સલ્તનત કાળમાં બંધાઈ હોવાનું અનુમાન છે તથા તેની હાલત અત્યારે ભગ્ન છે.

સ્થાપત્ય

[ફેરફાર કરો]

આ વાવ પશ્ચિમ-પૂર્વ દિશામાં પથરાયેલી છે એટલે કે વાવમાંનો પ્રવેશ પશ્ચિમ દિશામાંથી છે અને કૂવો પૂર્વ દિશામાં આવેલો છે. આ વાવમાં ચાર કૂટો આવેલા છે અને સપ્રમાણ સૂચવે છે કે ક્યારેક પાંચમો કૂટ રહેલો હશે.[]

હાલની પરિસ્થિતિ

[ફેરફાર કરો]

વાવની હાલત અત્યારે ભગ્ન છે અને તેને ચારે બાજુથી નીંદણ વડે ખતરો છે. સંશોધકોએ ૨૦૧૪ અને ૨૦૧૭ની મુલાકાત દરમિયાન વાવને પુરવાના પ્રયાસો નોંધ્યા હતા. વાવના પ્રવેશદ્વાર પર અત્યારે મંદિર બનાવી દેવામાં આવ્યું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, મુનિન્દ્ર (ડિસેમ્બર ૨૦૧૭). "Lesser Known Stepwells In and Around Ahmedabad-Gandhinagar Region". Urban Management Center: ૩૮-૪૦.