વણારશી વાવ
વણારશી વાવ | |
---|---|
![]() | |
![]() | |
સામાન્ય માહિતી | |
નગર અથવા શહેર | વાવડી, ઘોઘા તાલુકો, ભાવનગર જિલ્લો, ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°32′38″N 72°07′27″E / 21.543883°N 72.124233°E |
પૂર્ણ | ૧૯૦૨ |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | સ્થાનિક |
વણારશી વાવ એ ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામ પાસે આવેલ એક વાવ છે. ૧૯૦૨માં બંધાયેલ આ વાવનો ૨૦૧૯માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
ઈતિહાસ
[ફેરફાર કરો]વાવમાં નીચેનો શિલાલેખ છેઃ[૧][૨]
શ્રી ૧ા
આ વણારશી વાવ શ્રી ભાવનગરના રહીશ કપોળ જ્ઞાતીના વણીક મુંજા અમરાવાળા સ્વર્ગવાશી શા. વણારશી જાદવજીના પુણ્યાર્થે તેમના પુત્રો ભાઈ મગનલાલ અને પરમાણંદદાસે વાવડી દરબાર શ્રી દેવાણી નથુભાઈ ગોદડભાઈના વખતમાં સંવત ૧૯૫૮ના ફાગણ વદી ૫ને શનિવારે ગળાવીને બંધાવી છે.
સને ૧૯૦૨.
૨૦૧૮માં ભાવનગર-વેરાવળ ધોરીમાર્ગના નિર્માણ માટે તેને પૂરી દેવાની દરખાસ્ત કરવામાં આવી હતી. દોઢ વર્ષ સુધી ગામલોકોના વિરોધને પગલે તેને બચાવી લેવામાં આવી અને તેના પર એક પુલ બાંધી રસ્તો બનાવવામાં આવ્યો. જીર્ણોદ્ધાર બાદ ૧૯ મે ૨૦૧૯ રવિવારના રોજ ભાવનગર રાજ્યના રાજવી વિજયરાજસિંહ ગોહિલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.[૧][૩]
સ્થાપત્ય
[ફેરફાર કરો]વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે: પ્રવેશદ્વાર પશ્ચિમમાં છે જ્યારે કૂવો પૂર્વમાં છે. તેમાં કોતરણીઓ અને કમાનો છે.[૧]
દૃશ્યો
[ફેરફાર કરો]-
અંદરથી વાવ
-
વાવ શરૂઆતના પગથીયેથી
-
કમાનો
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "વાવડી ગામની 117 વર્ષ જૂની હેરિટેજ વાવનું રવિવારે લોકાર્પણ". દિવ્ય ભાસ્કર. 2019-05-17.
{{cite news}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "જળ સંગ્રહ વાત અને વિકાસ ઐતિહાસિક જળસ્થાનોનો વિનાશ" (PDF). લોક સંસાર. 2018-04-24. p. 3. મેળવેલ 2024-11-01.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "કામગીરી:ઐતિહાસિક વણારશી વાવની જાળવણી જરૂરી". દિવ્ય ભાસ્કર. 2023-10-13.
{{cite news}}
: Check date values in:|date=
(મદદ)