રાધનપુર રજવાડું

વિકિપીડિયામાંથી
રાધનપુર સ્ટેટ
રાધનપુર રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૭૫૩–૧૯૪૮
Coat of arms of રાધનપુર
Coat of arms

ઉત્તર સૌરાષ્ટ્રના અંતમાં રાધનપુર રજવાડાનું સ્થાન
વિસ્તાર 
• ૧૯૩૧
2,978 km2 (1,150 sq mi)
વસ્તી 
• ૧૯૩૧
61548
ઇતિહાસ 
• સ્થાપના
૧૭૫૩
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પહેલાં
પછી
ગાયકવાડ વંશ
ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link)
રાધનપુરના નવાબના મહેલની લાકડાની કોતરણી
નવાબ મહમદ જલાલ ઉદ-દીન ખાન

રાધનપુર રજવાડું બ્રિટિશ શાસન સમયનું ભારતનું રજવાડું હતું. તેના શાસકો બાબી વંશના હતા. રાધનપુર ના છેલ્લા નવાબે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સહી કરી હતી.[૧]

રાધનપુર આ રાજ્યનું પાટનગર હતું. રાધનપુરની ફરતે કિલ્લેબંધ દિવાલ હતી. આ શહેર તેના રાયડો, અનાજ અને કપાસના વેપાર માટે જાણીતું હતું.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

મુગલ સામ્રાજ્યના ગુજરાતના શાસનમાં મદદ કરનાર જવાન મર્દ ખાન પ્રથમનો પુત્ર જવાન મર્દ ખાન દ્વિતિય ૧૭૫૩માં રાધનપુરનો સ્વતંત્ર શાસક બન્યો. ૧૭૦૬માં જફર ખાન પાટણના સૂબા તરીકે નિયુક્ત થયો હતો અને ૧૭૧૫માં તેનો પુત્ર ખાન જહાં (જવાન મર્દ ખાન પ્રથમ) રાધનપુર અને અન્ય પ્રદેશોનો સૂબો બન્યો. ૧૭૫૩માં મુગલ સામ્રાજ્યના પતન પછી અને આ વિસ્તારમાં મરાઠા શાસનની શરૂઆતના સમયે જવાન મર્દ ખાન દ્વિતિયે સ્વતંત્ર રાધનપુર રજવાડાની સ્થાપના કરી.[૩] ૧૬ ડિસેમ્બર ૧૮૧૩માં રાધનપુર બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું અને ૧૮૧૯માં બ્રિટિશરોએ નવાબને સિંધમાંથી વારંવાર હુમલો કરતી ખોસા જાતિનો નાશ કરવામાં મદદ કરી હતી. રાધનપુર રજવાડું બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીનો ભાગ હતું, જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. બે વખત બ્રિટિશરોએ રાજ્યની સત્તા સંભાળી હતી જ્યારે, નવાબો તેમના સગીર અનુગામીને મૂકીને મૃત્યુ પામ્યા હતા.

રાધનપુર નવાબે પોતાનું ચલણ બહાર પાડ્યું હતું.[૪] જોકે ૧૯૦૦માં રાજ્યે ભારતીય ચલણ અપનાવ્યું હતું. રાજ્યના પ્રગતિશીલ નવાબે દશાંશ પદ્ધતિનો અમલ કર્યો હતો, જેમાં ૧૦૦ ફુલુસ બરાબર ૧ રૂપિયો થતો હતો. આ પદ્ધતિ ૧૯૫૭માં ભારતીય ચલણે અપનાવેલી દશાંશ પદ્ધતિ કરતા બહુ વહેલી અમલમાં મૂકાયેલી.

૧૯૪૩માં જોડાણ પદ્ધતિ વડે રાધનપુર રાજ્યને વધારાનો ૨,૨૩૪ ચોરસ કિમીનો પ્રદેશ મળ્યો હતો જ્યારે તેમાં અન્ય રજવાડાંઓ ભળી ગયા હતા. રાજ્યમાં ભળેલા રજવાડાંઓની વસતિ ૩૩,૦૦૦ હતી, જેથી રાજ્યની કુલ વસ્તી ૧,૦૦,૬૪૪ થઇ હતી.

શાસકો[ફેરફાર કરો]

રાધનપુર રજવાડાના શાસકો બાબી પઠાણ વંશના હતા અને રાજ્યને ૧૧ તોપોની સલામી મળતી હતી. રાજ્યના શાસકોને નવાબનો ઇકલાબ મળ્યો હતો. તેઓ જૂનાગઢ બાલાશિનોર રજવાડાઓનાં કુટુંબ સાથે સંબંધિત હતા.[૫]

નવાબો[ફેરફાર કરો]

રાધનપુર રજવાડાનાં શાસકોનું વંશવૃક્ષ
 • ૩૦ માર્ચ ૧૭૫૩ - ૧૭૬૫ જવાન મર્દ ખાન દ્વિતિય (મૃ. ૧૭૬૫)
 • ૧૭૬૫ - ૧૭૮૭ મહમદ નજીમ અદ-દિન ખાન (મૃ. ૧૭૮૭)
 • ૧૭૮૭ - ૧૧ મે ૧૮૧૩ મહમદ ગાઝી અદ-દિન ખાન (જ. ૧૭.. - મૃ. ૧૮૧૩)
 • ૧૧ મે ૧૮૧૩ - ૧૮૨૫ મહમદ શિર ખાન પ્રથમ (જ. ૧૭૯૪ - મૃ. ૧૮૨૫) - નીચેના શાસક સાથે સહભાગી શાસન -
 • ૧૧ મે ૧૮૧૩ – ૧૮૧૩ મહમદ કમાલ અદ-દિન ખાન દ્વિતિય (જ. ૧૮૦૫ - મૃ. ૧૮૧૩)
 • ૧૮૨૫ - ૯ ઓક્ટોબર ૧૮૭૪ મહમદ જોરાવર શિર ખાન (જ. ૧૮૨૨ - મૃ. ૧૮૭૪)
 • ૧૮૨૫ - ૧૮૩૮ સરદાર બિબિ સાહિબા (બેગમ) - ગાદી સાચવનાર
 • ૯ ઓક્ટોબર ૧૮૭૪ - ૨૦ ડિસેમ્બર ૧૮૯૫ મહમદ બિસ્મિલ ખાન (જ. ૧૮૪૩ - મૃ. ૧૮૯૫)
 • ૨૦ ડિસેમ્બર ૧૮૯૫ - ૨૫ ફેબ્રુઆરી ૧૯૧૦ મહમદ શિર ખાન દ્વિતિય (જ. ૧૮૮૬ - મૃ. ૧૯૧૦)
 • ૨૦ ડિસેમ્બર ૧૮૯૫ - એપ્રિલ ૧૮૯૬ વ. બેલી - ગાદી સાચવનાર
 • એપ્રિલ ૧૮૯૬ - ૧૯૦૦ માલ્કમ થોમસ લીડ - ગાદી સાચવનાર
 • જુલાઇ ૧૯૦૦ - ડિસેમ્બર ૧૯૦૧ જર્યોજ બ્રૂડ્રિક ઓ'ડોન્નેલ - ગાદી સાચવનાર
 • ૧૯૦૧ - ઓગસ્ટ ૧૯૦૩ ફેડ્રિક વિલિયમ વૂડહાઉસ - ગાદી સાચવનાર (જ. ૧૮૬૭ - મૃ. ૧૯૬૧)
 • ઓક્ટોબર ૧૯૦૩ - ૧૩ એપ્રિલ ૧૯૦૭ નોર્મન સિંકલેર કોગહિલ - ગાદી સાચવનાર (જ. ૧૮૬૯ - મૃ. ૧૯..)
 • ૨૫ ફેબ્રુઆરી ૧૯૧૦ - ૪ ડિસેમ્બર ૧૯૩૬ મહમદ જલાલ અદ-દિન ખાન (જ. ૧૮૯૯ - મૃ. ૧૯૩૬) (૧ જાન્યુઆરી ૧૯૩૫થી સર મહમદ જલાલ ઉદ-દિન ખાન)
 • ૪ ડિસેમ્બર ૧૯૩૬ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મૂર્તઝા ખાન (જ. ૧૮૯૯ - મૃ. ૧૯૯.)

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

પુસ્તક[ફેરફાર કરો]

 • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Radhanpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 22 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]