પંચાસરા દેરાસર
પંચાસરા દેરાસર | |
---|---|
ધર્મ | |
જોડાણ | જૈન ધર્મ |
દેવી-દેવતા | પાર્શ્વનાથ |
સંચાલન સમિતિ | શ્રી પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્ર્સ્ટ |
સ્થાન | |
સ્થાન | પાટણ |
અક્ષાંશ-રેખાંશ | 23°51′14.3″N 72°07′01.5″E / 23.853972°N 72.117083°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | વનરાજ ચાવડા |
સ્થાપના તારીખ | ૮મી સદી |
પંચાસરા પાર્શ્વનાથ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક દેરાસર (જૈન મંદિર) છે.[૧]
ઈતિહાસ
[ફેરફાર કરો]વનરાજ ચાવડા (ઇ.સ. ૭૪૬થી ૭૮૦)[૨] ચાવડા વંશના સૌથી મહત્વના શાસક હતા તેમણે ઇ.સ. ૭૪૬માં પાટણમાં પ્રદેશની સ્થાપના કરી હતી.[૩][૪] પંચાસર ગામથી પાર્શ્વનાથની તેઓ મુખ્ય પ્રતિમા લાવ્યા અને તેમણે પંચાસરા પાર્શ્વનાથની સ્થાપના કરી.[૫]
સોલંકી વંશ (અથવા ચાલુક્ય રાજવંશ)ના શાસન દરમિયાન પાટણ જૈન ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન હતું. આ ક્ષેત્રમાં ૧૦૦થી વધુ મંદિરો છે.[૬] મુસ્લિમ આક્રમણકારો દ્વારા વિનાશ બાદ ૧૬ કે ૧૭મી સદીમાં મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.[૭]
મંદિર
[ફેરફાર કરો]આ મંદિર પાટણના સૌથી મોટા મંદિરમાંનું એક છે.[૮] મંદિર જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયને સમર્પિત છે. આ મંદિર, સફેદ આરસપહાણની સૂક્ષ્મ કોતરણી ધરાવનારા સમૃદ્ધ પત્થરકામથી બનાવવામાં આવ્યું છે.[૯][૮][૧૦] આ મંદિરની પાર્શ્વનાથની કેન્દ્રીય મૂર્તિ ૧.૫ મીટર ઊંચી છે. આ મૂર્તિ આરસની બનેલી છે જે [૭] સંપૂર્ણ રીતે પરિકરમાં ઢંકાયેલી છે, [૫]. આ પરિકરમાં પદ્માવતીની છબી છે જેમના ઉપલા હાથમાં ૨ કમળ, જમણી બાજુના હાથમાં સરકણી ગાંઠ અને ડાબા હાથમાં પરોણી છે.[૧૧] શ્વેતામ્બર પરંપરામાં, મૂર્તિઓનું તેમના ભૌગોલિક ક્ષેત્રથી નામકરણ કરવાનું વલણ છે, "પંચાસરા પાર્શ્વનાથ" પાર્શ્વનાથની ૧૦૮ અગ્રણી મૂર્તિઓમાંની એક છે.[૧૨] મંદિરમાં લાંબી દાંડીવાળા મોટા કમળ પર પદ્માસનની સ્થિતિમાં બેઠેલા વાસુપુજ્ય સ્વામીની પ્રતિમા પણ છે. મૂર્તિમાં બંને બાજુ યક્ષ અને યક્ષિણીની છબીઓ છે અને વાસુપૂજ્યની તપશ્ચર્યાના સ્મરણાર્થે શિલ્પ ચૈત્યના ઝાડની પર્ણસમૂહથી ઢંકાયેલું છે.[૧૧] મંદિરમાં જૈન સાધુઓ ક્ક્કસુરી, દેવચંદ્રસૂરી અને યશોદેવસૂરિં) મૂર્તિઓ પણ છે.[૫]
હેમાચંદ્રયાચાર્ય જૈન જ્ઞાન મંદિર એ એક પ્રાચીન ગ્રંથાલય છે જેનું નિર્માણ હેમચંદ્રાચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે. સંગ્રહમાં અનેક પ્રાચીન તાડપત્રની હસ્તપ્રતો શામેલ છે.[૧૩][૬] મંદિરમાં પાર્શ્વનાથચારિત્રની કાગળની હસ્તપ્રત પણ છે.[૧૧]
સંદર્ભ
[ફેરફાર કરો]ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- Cort, John E. (2001), Jains in the World: Religious Values and Ideology in India, Oxford University Press, ISBN 978-0-19-803037-9, https://books.google.com/books?id=PZk-4HOMzsoC&pg=PA234
- Cort, John E. (2010), Framing the Jina: Narratives of Icons and Idols in Jain History, Oxford University Press, ISBN 9780195385021, https://books.google.com/books?id=nII8DwAAQBAJ
- Cort, John E. (1998), Open Boundaries: Jain Communities and Cultures in Indian History, SUNY Press, ISBN 978-0-7914-3785-8, https://books.google.com/books?id=yoHfm7BgqTgC
- Datta, Amaresh (1987), Encyclopaedia of Indian Literature: A-Devo, Encyclopaedia of Indian literature, 1, Sahitya Akademi, ISBN 9788126018031, https://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA15
- Desai, Anjali H. (2007), India Guide Gujarat, India Guide Publications, ISBN 9780978951702, https://books.google.com/books?id=gZRLGZNZEoEC
- Hunter, William Wilson (1881), Naaf to Rangmagiriliterature, Trübner, https://books.google.com/books?id=GYoIAAAAQAAJ&pg=PA313
- Katariya, Adesh (2007), Ancient History of Central Asia: Yuezhi origin Royal Peoples: Kushana, Huna, Gurjar and Khazar Kingdoms, Adesh Katariya, https://books.google.com/books?id=ihFUDAAAQBAJ&pg=PA352
- Mehta, Pratap Singh (2017), Guns and Glories: Rajputana Chronicles, Notion Press, ISBN 9789352066018, https://books.google.com/books?id=IVs1DwAAQBAJ&pg=PA15
- Mishra, Susan Verma; Ray, Himanshu Prabha (2016), The Archaeology of Sacred Spaces: The temple in western India, 2nd century BCE–8th century CE, Routledge, ISBN 9781317193746, https://books.google.com/books?id=CtDLDAAAQBAJ&pg=PA159
- Peterson, Peter (1887), Detailed Report of Operations in Search of Sanskrit Mss. in the Bombay Circle, Columbia University, https://books.google.com/books?id=d-5DAAAAYAAJ
- Titze, Kurt; Bruhn, Klaus (1998), Jainism: A Pictorial Guide to the Religion of Non-Violence (2 ed.), Motilal Banarsidass, ISBN 978-81-208-1534-6, https://books.google.com/books?id=loQkEIf8z5wC
- Shah, Umakant Premanand (1987), Jaina-rūpa-maṇḍana: Jaina iconography, Abhinav Publications, ISBN 81-7017-208-X, https://books.google.com/books?id=m_y_P4duSXsC
- Shah, Natubhai (2004) [First published in 1998], Jainism: The World of Conquerors, I, Motilal Banarsidass, ISBN 978-81-208-1938-2, https://books.google.com/books?id=qLNQKGcDIhsC&pg=PA59
- "Jain Temples, Patan". Gujarat Tourism. મૂળ માંથી 2018-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-25.
- "Panchasara Jain Temple". Government of Gujarat.