વાસુપુજ્ય સ્વામી

વિકિપીડિયામાંથી
વાસુપુજ્ય સ્વામી
૧૨મા જૈન તીર્થંકર
વાસુપપૂજ્ય
વાસુપૂજ્યની મૂર્તિ, ચંપાપુર, બિહાર
ધર્મજૈન ધર્મ
પુરોગામીશ્રેયાંસનાથ
અનુગામીવિમલનાથ
પ્રતીકભેંસ[૧]
ઊંચાઈ૭૦ ધનુષ્ય (૨૧૦ મીટર)[૨]
ઉંમર૭૨,૦૦,૦૦૦ વર્ષ
વર્ણરાતો
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
ચંપાપુર
દેહત્યાગ
ચંપાપુરી
માતા-પિતા
  • વાસુપુજ્ય (પિતા)
  • જયા (વિજય) (માતા)

વાસુપુજ્ય સ્વામી હાલનાં અવસર્પિણી યુગના જૈન ધર્મના બારમા તીર્થંકર છે. જૈન માન્યતાઓ અનુસાર, તેમનો આત્મા કર્મોનો ક્ષય કરીને મુક્ત બન્યો એટલેકે સિદ્ધ બન્યો. વાસુપુજ્યનો જન્મ ઇક્ષ્વાકુ રાજવંશમાં ચાંપાપુરીમાં રાજા વાસુપુજ્ય અને રાણી જયાદેવીનો ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ ફાગણ વદ ચૌદસ છે. સંસાર ત્યાગ કર્યા પાદ એક મહિનાની સાધના પછી જ હાલના ઉત્તર બંગાળના ભાગલપુરમાં ચંપાપુરી સ્થળે તેમને અષાઢ સુદ ચૌદશના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

વાસુપુજ્ય સ્વામી હાલનાં અવસર્પિણી યુગના જૈન ધર્મના બારમા તીર્થંકર છે. [૩]જૈન માન્યતાઓ અનુસાર, તેમનો આત્મા કર્મોનો ક્ષય કરીને મુક્ત બન્યો એટલે કે સિદ્ધ બન્યો. વાસુપુજ્યનો જન્મ ઇક્ષ્વાકુ રાજવંશમાં, ચંપાપુરીમાં રાજા વાસુપુજ્ય અને રાણી જયાદેવીનો ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ ફાગણ વદ ચૌદસ છે. સંસાર ત્યાગ કર્યા બાદ એક મહિનાની સાધના પછી જ હાલના ઉત્તર બંગાળના ભાગલપુરમાં આવેલા ચંપાપુરી સ્થળે તેમનેઅષાઢ સુદ ચૌદશના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. [૪]

દ્વિપૃષ્ઠ નામનો બીજો વાસુદેવ તેમના અનુયાયી હતા. તેણે અને તેના ભાઈ બળદેવ શ્રીવિજયે, તર્ક નામના પ્રતિવાસુદેવને જીત્યો અને તેના દમનકારી શાસનનો અંત આણ્યો. શ્રીવિજય બાદમાં ભગવાન વાસુપુજ્યના સંઘમાં દીક્ષિત સાધુ બન્યા. [૪]

મંદિરો[ફેરફાર કરો]

  • જૈન મંદિર, ઍલેપ્પી, કેરળ
  • ચાંપાપુર

મૂર્તિ[ફેરફાર કરો]

ઈ.સ. ૨૦૧૪માં બિહારના નાથનગર, ચંપાપુરી, ભાગલપુર બિહાર માં ૩૧ ફુટ ઉંચાઇ ધરાવતી વાસુપુજ્યની સૌથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિનું નિર્માણ સોનાદેવી સેઠી ધર્માદા સંસ્થાના દાનમાંથી કરવામાં આવી હતી અને દિમાપુરના ફુલચંદ સેઠી સંકુલમાં આવેલી છે. [૫] [૬]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Tandon 2002, p. 44.
  2. Sarasvati 1970, p. 444.
  3. Tukol 1980.
  4. ૪.૦ ૪.૧ Jain 2009.
  5. "Deity gift from Nagaland", The Telegraph, 7 January 2014, archived from the original on 15 ઑગસ્ટ 2017, https://web.archive.org/web/20170815174839/https://www.telegraphindia.com/1140107/jsp/bihar/story_17757074.jsp, retrieved 20 જુલાઈ 2019 
  6. Vasupujya, archived from the original on 2016-08-04, https://web.archive.org/web/20160804211408/http://www.jainworld.com/jainbooks/tirthankar/bhag-12.htm, retrieved 2019-07-20 

સ્ત્રોતો[ફેરફાર કરો]