પંચાસર (તા. શંખેશ્વર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પંચાસર
—  ગામ  —

પંચાસરનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′57″N 71°46′30″E / 23.6824°N 71.775124°E / 23.6824; 71.775124
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો શંખેશ્વર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

પંચાસર (તા. શંખેશ્વર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકામાં આવેલું એક ગામ છે. પંચાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પંચાસર એ ઉત્તર-પશ્ચિમ ગુજરાતના ઇતિહાસનું સૌથી જૂનું શહેર છે. ચાવડા વંશના જય શિખરીના શાસન દરમિયાન તે રાજધાની હતું અને તેની સ્વર્ગ જેવી જહોજહાલી માટે પ્રખ્યાત હતું. આને કારણે જય શિખરી (ઇસ ૬૯૭) વિરુદ્ધ કલ્યાણ કટકનો રાજા યુદ્ધે ચડ્યો. પ્રથમ આક્રમણને જય શિખરીઓના સેનાપતિને કારણે ખાળી શકાયું પરંતુ બીજા આક્રમણ દરમિયાન જય શિખરી અને તેની રાજધાનીનું પતન થયું. તેની પત્નિનો જય શિખરીના વફાદારો દ્વારા બચાવ કરવામાં આવ્યો અને તેણે વનરાજ ચાવડાને જન્મ આપ્યો, જેણે ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી.[૧]

પંચાસર બ્રિટિશ શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીમાં હતું,[૨] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે સ્ટેટ અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. પંચાસર પહેલા મહેસાણા અને પછી પાટણ જિલ્લામાં સ્થાન પામ્યું.

પંચાસર નજીક આવેલા રાંતોજ અને શંખેશ્વરના દેરાસરો વારંવાર જિર્ણોદ્ધાર પામ્યા છે, પરંતુ એ જ સ્થાન પર બનાવવામાં આવ્યા છે.[૧]

ગામની ભાગોળે દ્વાર નજીક વનરાજ ચાવડાની પ્રતિમાનું અનાવરણ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૪૫.
  2. Chisholm 1911, p. ૭૮૫.
  3. "પાટણના સ્થાપક વનરાજ ચાવડાનું પંચાસરમાં સૌપ્રથમ પ્રતિમા મૂકાશે". divyabhaskar (gujarati માં). 2016-04-11. Retrieved 2019-05-16. Check date values in: |accessdate=, |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)

પુસ્તકો[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૪૫. Check date values in: |year= (મદદ)
  •  ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)


PD-icon.svg આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૪૫. Check date values in: |year= (મદદ) માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]