નાગલપુર તળાવ
Appearance
નાગલપુર તળાવ | |
---|---|
સ્થાન | નાગલપુર, મહેસાણા, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°34′17″N 72°21′08″E / 23.571272°N 72.352179°E |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
મુખ્ય જળઆવક | વરસાદી પાણી, શુદ્ધિકરણ કરેલું દૂષિત જળ |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | મહેસાણા |
નાગલપુર તળાવ ગુજરાત રાજ્યના મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલું તળાવ છે. તેને જાહેર જગ્યા તરીકે વિકાસ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના નેજા હેઠળ તળાવમાં દૂષિત પાણીને શુદ્ધિકરણ કરીને છોડવાની યોજના હતી પરંતુ, તળાવમાં અસ્વચ્છ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.[૧]
જાન્યુઆરી ૨૦૧૯માં, મહેસાણા નગરપાલિકાએ તળાવના વિકાસ માટે વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરી. આ અહેવાલ મુજબ ₹૧૧.૯૯ crore (US$૧.૬ million) નો ખર્ચો દર્શાવવામાં આવ્યો છે.[૨]
પ્રસ્તાવ
[ફેરફાર કરો]તળાવના વિકાસના પ્રારંભિક પ્રસ્તાવમાં તળાવની ફરતે દિવાલ, બગીચો, બાળકોને રમવા માટેનો બગીચો અને તળાવમાં વરસાદી પાણીની આવક માટેની ગોઠવણીની વિગતો રજૂ કરાઇ છે.[૨] જાન્યુઆરી ૨૦૨૧ સુધી આ કાર્યનો પ્રારંભ થયો નહોતો.[૩]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "મહેસાણાનાં નાગલપુરનું તળાવ દૂષિત પાણીથી ભરાયું, રોગચાળાની દહેશત". સંદેશ. મેળવેલ 2020-01-24.
- ↑ ૨.૦ ૨.૧ શુક્લા, રાકેશકુમાર (2019-07-15). "બાવળોની ઝાંડીઓથી ઘેરાયેલુ નાગલપુર તળાવ 11.99 કરોડના ખર્ચે રમણીય બનાવાશે". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2020-01-24.
- ↑ "ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-8:5 વર્ષથી નાગલપુરનું તળાવ ડેવલપ કરવાની વાતો થાય છે પણ થતું નથી". Divya Bhaskar.