પરા તળાવ
પરા તળાવ | |
---|---|
સ્થાન | પરા, મહેસાણા, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°36′17″N 72°23′50″E / 23.6046°N 72.3972°E |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
મુખ્ય જળઆવક | વરસાદી પાણી |
બેસિન દેશો | ભારત |
સપાટી વિસ્તાર | 950 m2 (10,200 sq ft) |
રહેણાંક વિસ્તાર | મહેસાણા |
પરા તળાવ, સત્તાવાર રીતે સ્વામી વિવેકાનંદ તળાવ, ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા શહેરમાં આવેલું તળાવ છે. આ તળાવ ગાયકવાડ શાસન દરમિયાન બનેલું છે અને ૨૦૧૯માં પુનર્વિકાસ પછી તેને જાહેર જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ તળાવ ગાયકવાડ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું.[૧] તે 950 square metres (10,200 sq ft) ના વિસ્તારમાં ફેલાયેલું છે. ૨૦૦૭માં, મહેસાણા નગરપાલિકાએ તળાવના સુંદરકરણ અને પુનર્વિકાસ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી હતી અને આ યોજનાનું ખાતમૂર્હત અનિલ પટેલના હસ્તે થયું હતું.₹૮૦ lakh (US$૧,૦૦,૦૦૦) ના પ્રારંભિક ખર્ચ પછી, કૌભાંડના આક્ષેપોને કારણે યોજના વિલંબમાં પડી હતી. આ યોજનામાં ઘણાં વર્ષોનો વિલંબ થયો હતો અને અંદાજિત ખર્ચ ૭ લાખથી વધીને તે ૩ કરોડ થઇ ગયો હતો. ૨૦૧૬માં આ યોજના ફરીથી શરૂ કરવામાં આવી હતી.[૨] પરા તળાવનું નામ બદલીને તેને સ્વામી વિવેકાનંદ તળાવ નામ આપવામાં આવ્યું છે[૩] અને ૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે તેને જાહેર જનતા માટે ખૂલ્લું મૂક્યું હતું.[૪]
સગવડો
[ફેરફાર કરો]બાળકો માટે રમતનું મેદાન, યોગ કેન્દ્ર, ખાણી પીણી બજાર, જોગિંગ ટ્રેક અને નૌકાવિહારની સગવડો અહીં છે. અહીં નાની ટ્રેન શરૂ કરવામાં આવી છે.[૫][૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "મહેસાણાના પરા તળાવનાં બ્યુટીફિકેશન માટે કરોડોનો ખર્ચ, તળાવ હાલત જેમની તેમ". GSTV. 2018-01-29. મૂળ માંથી 2018-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-03.
- ↑ "11 વર્ષના વ્હાણા વાઇ ગયા છતા નથી બન્યું હજી મહેસાણાનું તળાવ 3 કરોડનો ખર્ચ વધીને 10 કરોડ થઇ ગયો..." VTV Gujarati. મેળવેલ 2019-11-03.
- ↑ "મહેસાણા પરા તળાવ હવે નવાં રંગરોગાન ધારણ કરશે". sandesh.com. મેળવેલ 2019-11-03.
- ↑ Bhati, Deepak (2019-08-04). "13 વર્ષ બાદ મહેસાણાવાસીઓને પરા તળાવની ભેટ, આજે નીતિન પટેલના હસ્તે લોકાર્પણ". divyabhaskar (gujaratiમાં). મેળવેલ 2019-11-03.CS1 maint: unrecognized language (link)
- ↑ "મહેસાણામાં હવે પરા તળાવમાં ટ્રેન,બોટિંગની મજા માટે પરિવારે રૂ.250 ખર્ચવા પડશે". મેળવેલ 2019-11-03.
- ↑ Samachar, Atal. "મહેસાણા શહેરના પરા તળાવમાં રમતગમતના સાધનો સાથે ડેવલપ કામ પૂર્ણતાના આરે પહોચ્યુ | Atal Samachar" (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-03.