જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત એ ગુજરાતી કવિ નર્મદાશંકર દવે (નર્મદ) દ્વારા ૧૮૭૩માં લખાયેલી એક કવિતા છે. ગુજરાત સરકારના સમારોહ દરમિયાન તેનો ઉપયોગ રાજ્ય ગીત તરીકે થાય છે.[૧]
રચના
[ફેરફાર કરો]નર્મદને પ્રથમ આધુનિક ગુજરાતી લેખક માનવામાં આવે છે. તેમણે ૧૮૭૩માં તેમના પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મકોશની પ્રસ્તાવનામાં "જય જય ગરવી ગુજરાત" લખ્યું હતું.[૨][૩]
આ કવિતામાં નર્મદ ગુજરાતી ભાષી લોકોના ક્ષેત્રને ઓળખીને પ્રાદેશિક ગૌરવની ભાવનાને રજૂ કરે છે. તેઓ ગુજરાતી ભાષી વસ્તી કઈ સીમામાં રહે છે તેની રેખા રેખાંકિત કરે છે. ઉત્તરમાં અંબાજી; પૂર્વમાં પાવાગઢ; દક્ષિણમાં વાપી નજીક કુંતેશ્વર મહાદેવ; અને પશ્ચિમમાં સોમનાથ, દ્વારકા. તેમણે ઉલ્લેખ કરેલો આ પ્રદેશ હવે ભારત દેશના પશ્ચિમ રાજ્ય આધુનિક ગુજરાત નું નિર્માણ કરે છે.[૨] કવિતાના અંતે નર્મદ ગુજરાતની જનતાને આશા આપે છે કે કાળાં વાદળો હટી રહ્યા છે અને એક નવી સવારની શરૂઆત થવામાં છે.[૪]
૨૦૧૧માં, ગુજરાત સરકાર દ્વારા વિવિધ ગુજરાતી ગાયકો દ્વારા ગવાયેલી રચનાનું વિમોચન કરવામાં આવ્યું હતું.[૧]
ગીત
[ફેરફાર કરો]ગીતના શબ્દો નીચે મુજબ છે:
| જય જય ગરવી ગુજરાત (ગુજરાતી લિપિ) |
Jaya jaya garavī gujarāta (લેટિન પ્રતિલિપિ) |
Victory To Proud Gujarat! (અંગ્રેજી) |
|---|---|---|
|
જય જય ગરવી ગુજરાત! |
Jaya jaya garavī gujarāta! |
Victory to proud Gujarat! |
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "Newest version of Jay Jay Garvi Gujarat song launched(Video)". DeshGujarat. 2011-05-07. મેળવેલ 2016-11-12.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 Bharat Yagnik; Ashish Vashi (2 July 2010). "No Gujarati dept in Veer Narmad, Hemchandracharya varsities". The Times of India. મૂળ માંથી 19 ઑક્ટોબર 2017 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2016.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ Tevani, Shailesh (1 January 2003). C.C. Mehta. Sahitya Akademi. p. 67. ISBN 978-81-260-1676-1. મેળવેલ 13 November 2016.
{{cite book}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Suhrud, Tridip. "Narmadashankar Lalshankar: Towards History and Self Knowing" (PDF). Narrations of a Nation: Explorations Through Intellectual Biographies (Ph.D). Ahmedabad: School of Social Sciences, Gujarat University. p. 33. hdl:10603/46631.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- જય જય ગરવી ગુજરાત યુટ્યુબ પર.