સ્ટેચ્યુ ઓફ યુનિટી

વિકિપીડિયામાંથી
સ્ટેચ્યુ ઓફ યુનિટી
એકતાની પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી is located in ગુજરાત
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગુજરાત રાજ્યમાં સ્થાન
Coordinates21°50′17″N 73°43′09″E / 21.8380°N 73.7191°E / 21.8380; 73.7191
Locationસાધુ બેટ, સરદાર સરોવર બંધ નજીક, ગરૂડેશ્વર, નર્મદા જિલ્લો, ગુજરાત, ભારત
Designerરામ વી. સુથાર
Typeમૂર્તિ
Materialસ્ટીલ, કોંક્રિટ, કાંસાનું આવરણ[૧]
Height
 • મૂર્તિ: 182 metres (597 ft)
 • પાયા સાથે: 240 metres (790 ft)
[૧]
Visitors૨૮ લાખ[૨] (in ૨૦૧૮-૧૯)
Beginning date31 October 2013 (2013-10-31)
Completion date૩૦ ઓક્ટોબર ૨૦૧૮
Opening date૩૧ ઓક્ટોબર ૨૦૧૮
Dedicated toસરદાર પટેલ
Websitestatueofunity.in

નકશો

વિશ્વની જાણીતી મૂર્તિઓની ઊંચાઇ સરખામણી:
૧. સ્ટેચ્યુ ઓફ યુનિટી 240 m (790 ft) (58 m (190 ft)ના પાયાની સાથે)
૨. સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ 153 m (502 ft) (25 m (82 ft)ના પાયા અને 20 m (66 ft)ના મુગટ સાથે)
૩. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 m (305 ft) (47 m (154 ft)ના પાયા સાથે)
૪. ધ મધરલેન્ડ કોલ્સ 87 m (285 ft) (2 m (6 ft 7 in)ના પાયા સાથે)
૫. ક્રાઇસ્ટ ધ રિડીમર 38 m (125 ft) (8 m (26 ft)ના પાયા સાથે)
૬. માઇકલ એન્જેલોનો ડેવિડ 5.17 m (17.0 ft) (2.5 m (8 ft 2 in)ના પાયા સિવાય)

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલ[૩]ને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે.[૪] ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે[૫], સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.[૬]

આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ ૩,૦૦૧ crore (US$૩૯૦ million) અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો, જે ૨,૯૮૯ crore (US$૩૯૦ million) હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ[૭] બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું.[૭][૮]

ઇતિહાસ[ફેરફાર કરો]

આકાશી દેખાવ, ૨૦૧૮.

નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના ૧૦મા વર્ષની શરૂઆત પર સ્મારકની જાહેરાત કરી હતી. તે સમયે આ યોજના ગુજરાતનું દેશને યોગદાન તરીકે રજૂ કરાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ખાસ આ સ્મારક હેતુથી ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને પ્રચાર માટે ડિસેમ્બર ૨૦૧૩માં બનાવવામાં આવ્યું હતું.[૯]

સ્મારકના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના વણવપરાયેલ જૂના ખેતીના ઓજારો લોખંડ ભેગું કરવા માટે વિનંતી કરાઇ હતી.[૧૦][૧૧] ૨૦૧૬ સુધીમાં ૧૩૫ મેટ્રિક ટનનો લોખંડ ભંગાર એકઠો કરાયો હતો, જેમાંથી ૧૦૯ મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો.[૧૨] રન ફોર યુનિટી નામની દોડસ્પર્ધા ૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સુરતમાં આયોજીત કરાઇ હતી.[૧૩]

બાંધકામની ખાસીયતો[ફેરફાર કરો]

પ્રતિમા, બાંધકામ હેઠળ, જાન્યુઆરી ૨૦૧૮

આ પ્રતિમા ભૂકંપના ઝોન-૩ વિસ્તારમાં બનાવેલી હોવાથી પ્રતિમા ના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન-૪ પ્રમાણે ડીઝાઈન-લોડ ગણીને બનાવવામાં આવી છે.[૫] પાયાના ચણતર માટે નજીક આવેલા સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એવી નિયત્રિત ઢબે સુરંગના ધડાકાઓ વડે આશરે ૪૫ મીટર જેટલું ખનન કાર્ય કરીને પછી સાઈઠ ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ બાંધીને પછી એ આખા ઉંડાણને આશરે ૧૨ ફીટ જેટલા ઊંચા કોંક્રીટથી ભરી દઈને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને પછી એના પર આખી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે.[૫] નર્મદા નદીના પુરમાં તણાઈ ના જાય એના માટે જરૂરી સલામતી કાર્ય પણ કરાયું છે.[૫]

પ્રવાસન[ફેરફાર કરો]

૧ નવેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાયા પછી આ સ્મારકની મુલાકાત ૧,૨૮,૦૦૦ લોકોએ ૧૧ દિવસમાં લીધી હતી.[૧૪] ૧૫ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૫૦ લાખ પ્રવાસીઓએ સ્મારકની મુલાકાત લીધી હતી.[૧૫] નવેમ્બર ૨૦૨૨ સુધીમાં કુલ પ્રવાસીઓની સંખ્યાએ ૧ કરોડનો આંક વટાવ્યો હતો.[૧૬]

સ્મારક સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. કેવડીયાથી બસ સેવા તેમજ સરદાર સરોવર બંધથી જેટ્ટી સેવા તેમજ રોપ-વેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.[૧૨] સ્મારક દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે.[૧૭]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ૫ કિમીના અંતરે આવેલું છે.

છબીઓ[ફેરફાર કરો]


સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Gujarat: Sardar Patel statue to be twice the size of Statue of Liberty". CNN IBN. 30 October 2013. મેળવેલ 30 October 2013.
 2. Dave, Kapil (23 October 2019). "In 11 months, Statue of Unity got 2.6 million visitors Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 22 January 2020.
 3. Ashwani Sharma (1 November 2014). "14 Things You Did Not Know about Sardar Patel, the Man Who United India". Topyaps. મૂળ માંથી 4 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 16 May 2014.
 4. "Statue of Unity". www.statueofunity.in. મૂળ માંથી 2019-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-23.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ પંડિત, દેવાંશુ. "સ્ટેચ્યૂ ઓફ યુનિટિ કેમ બન્યું છે એંજિનિયરિંગની કેસ સ્ટડી?". બીબીસી. મેળવેલ 2018-10-31.
 6. "Burj Khalifa consultant firm gets Statue of Unity contract". The Times of India. TNN. 22 August 2012. મૂળ માંથી 27 જુલાઈ 2013 પર સંગ્રહિત. મેળવેલ 28 March 2013. Check date values in: |archive-date= (મદદ)
 7. ૭.૦ ૭.૧ "PM Modi to unveil Statue of Unity on Oct 31: Rupani - Times of India". The Times of India. મેળવેલ 2018-10-23.
 8. "PM Unveils Sardar Patel's 2,900-Crore Statue of Unity Today: 10 Facts". MSN. મૂળ સંગ્રહિત માંથી 31 ઓક્ટોબર 2018 પર સંગ્રહિત. મેળવેલ 31 ઓક્ટોબર 2018.
 9. "Statue of Unity: 36 new offices across India for collecting iron". The Times of India. TNN. 18 October 2013. મેળવેલ 30 October 2013.
 10. "For iron to build Sardar Patel statue, Modi goes to farmers". The Indian Express. 8 જુલાઇ 2013. મૂળ સંગ્રહિત માંથી 1 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 ઓક્ટોબર 2013.
 11. "Pan-India panel for Modi's unity show in iron". The New Indian Express. મૂળ સંગ્રહિત માંથી 18 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 15 નવેમ્બર 2013.
 12. ૧૨.૦ ૧૨.૧ Raja, Aditi (2018-09-23). "Iron Man 2.0". The Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ 2018-11-16.
 13. "Large number of people run for unity". ToI. મૂળ સંગ્રહિત માંથી 24 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 ડિસેમ્બર 2013.
 14. "In 11 Days, Over 1.28 Lakh Tourists Visit Statue Of Unity". NDTV.com. મેળવેલ 14 November 2018.
 15. "Gujarat: Statue of Unity crosses 50 lakh visitors-mark". The Economic Times. મેળવેલ 2021-03-15.
 16. Tere, Tushar (2022-11-10). "Footfalls At Sou Hit 1 Crore Mark". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2022-11-11.
 17. "Statue of Unity sees record 27,000 visitors on Saturday".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]