ગલગોટા
ગલગોટાનો છોડ ખૂબ ઉપયોગી છે અને સહેલાઈ થી ઉગાડી શકાય છે. આ છોડમાં ગલગોટાના ફૂલ ઉગે છે. જે સજાવટ માટે ઉપયોગી છે, આ ફૂલનો ઉપયોગ હાર કે કુદરતી સોંદર્ય માટે ઉપયોગમાં લેવાય છે. આ ફૂલ બજાર માં ખુલ્લા તથા હાર ના સ્વરૂપમાં વેચવામાં આવે છે. ગલગોટાની અલગ અલગ ઊંચાઈ અને રંગના કારણે કુદરતી સોંદર્ય વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ ફૂલ લગ્નમાં મંડપને સજાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ છોડની પ્રમાણ કિંમત ખૂબ જ ઊંચી છે, કેમ કે આ છોડની ખેતી બારેમાસ થાય છે. તેમજ આ ફૂલ ધાર્મિક અને સામાજિક તહેવારોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં મુખ્ય આફ્રિકન અને ફ્રેન્ચ ગલગોટાની ખેતી થાય છે. આ ફૂલ ને હિન્દી ભાષા માં "ગેંડા" અને મારવાડી ભાષા માં "હંજારી ગજરાનું ફૂલ" કહેવામાં આવે છે.
ગલગોટાને અંગ્રેજીમાં મેરીગોલ્ડ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તે હજારીગલ તરીકે પણ ઓળખાય છે. ગલગોટાનું સંસ્કૃત નામ સ્થુલ પુષ્પ છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે. ગલગોટાનું ઉદ્ભવ સ્થાન મેકસિકો છે. જે આશરે પ૦૦ વર્ષો પહેલાં પોર્ટૂગીઝો દ્વારા આપણા દેશમાં સૌપ્રથમ વાર લાવવામાં આવેલ હતા. આ ફૂલો દેશના ગામડે ગામડે જાણીતા છે, કારણ કે ગલગોટા તેની સરળ ખેતી પધ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકુળ થવાની શકિત, આખા વર્ષ દરમ્યાન કરી શકાતી ખેતી, ફૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉશકિત અને આકર્ષક રંગોવાળા ફૂલોને લીધે આપણા દેશમાં સૌથી વધુ લોકપિ્રય અને લોકભોગ્ય બન્યા છે. ગલગોટા તેના નારંગી અને પીળા રંગ પરનાં પ્રભુત્વને કારણે ધાર્મિક વિધિઓમાં, શણગાર, ફૂલોની સુશોભિત રંગોળી બનાવવા માટે છુટા ફૂલનાં રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ફૂલોના રંગ, કદ અને આકાર તેમજ છોડનાં કદ અને વિકાસમાં રહેલ વૈવિધ્યતાને લીધે બગીચામાં સુશોભિત ફૂલછોડ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકોમાં મૂળના કૃમિ તેમજ નુકશાનકારક લીલી ઈયળને આવતી રોકે છે. વળી, ગલગોટાના ફૂલોમાં લ્યુટીન નામનો કુદરતી કલર આવેલ છે. જે ખાદ્યપદાર્થના રંગ માટે, પોલ્ટ્રી ફીડ તરીકે, ફામાર્સ્યુટીકલ તથા ટેક્ષાટાઈલ ઉદ્યોગમાં કુદરતી રંગ તરીકે પણ ઉપયોગી છે. સામાન્ય રીતે ગલગોટાની ખેતી આપણા દેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, અને મધ્ય પ્રદેશમાં કરવામાં આવે છે.
પ્રકારો
[ફેરફાર કરો]સામાન્ય રીતે ગલગોટાના બે પ્રકાર જોવા મળે છે.
ફ્રેંચ મેરીગોલ્ડ અથવા ગલગોટી
[ફેરફાર કરો]તેના છોડ ઠીંગણા રપ થી ૩૦ સે.મી. ઉંચાઈના, ફૂલો નાના કદનાં પરંતુ મોટી સંખ્યામાં અને પીળા, નારંગી, લાલ, કથ્થઈ રંગોના મિશ્રણ વાળા જોવા મળે છે. જેનો ઉપયોગ બાગ બગીચાના સુશોભિત ફૂલ છોડ તરીકે મુખ્યત્વે કરવામાં આવે છે. આ ગલગોટાના પ્રકારમાં બટર સ્કોચ, રસ્ટીરેટ વગેરે મુખ્ય જાતો છે.
આફ્રિકન મેરીગોલ્ડ
[ફેરફાર કરો]આફ્રિકન મેરીગોલ્ડના છોડ ૬૦ થી ૯૦ સે.મી ઉંચા, ફૂલ મોટા કદના, પીળા, નારંગી કે આછા પીળા રંગવાળા અને સારી ટકાઉશકિત ધરાવે છે. આ વર્ગમાં તેના ફૂલોના રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો છે. જેવી કે, જાયન્ટ, ક્રાયસેન્થીમમ ચાર્મ, હનીકોમ્બ, કલાયમેકસ, તેમજ સફેદ રંગના ફૂલો ધરાવતી સ્નો બર્ડ નામની જાત પણ વિકસાવવામાં આવેલ છે. વળી, આઈ.એ.આર.આઈ. નવી દિલ્હીથી બે હાઈબ્રીડ જાતો પુસા નારંગી ગેંદા અને પુસા બસંતી ગેંદા બહાર પાડવામાં આવેલ છે જે ગુજરાતમાં પણ સફળતા પૂર્વક ઉછેરી શકાય છે.
ફૂલોનું ઉત્પાદન
[ફેરફાર કરો]ગલગોટામાં ઉત્પાદનનો આધાર તેની જાત, ઋતુ, વાવેતર પદ્ઘતિ, રોપણી અંતર અને ખાતર - પાણીની માવજત ઉપર આધાર રાખે છે. છતાં સામાન્ય સંજોગોમાં આફ્રીકન મેરીગોલ્ડ (ગલગોટા) નું ઉત્પાદન ૧ર થી ૧પ ટન પ્રતિ હેકટર લઈ શકાય છે.