સંતરામ મંદિર
સંતરામ મંદિર | |
---|---|
સંતરામ મંદિર, દિવાળી દરમિયાન | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
સ્થાન | |
સ્થાન | નડીઆદ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°41′20″N 72°51′50″E / 22.689°N 72.864°E |
સંતરામ મંદિર ગુજરાત રાજ્યના નડીઆદ શહેરમાં આવેલું એક પ્રખ્યાત મંદિર છે. તે ગુજરાતના પ્રખ્યાત સંત સંતરામ મહારાજનું સમાધી સ્થળ છે. અહીં કોઈ દેવી-દેવતાની મૂર્તિઓ સ્થાપિત કરેલી નથી, પરંતુ અવધૂત સંતરામ મહારાજની સમાધિ વખતે પ્રગટેલી અખંડ જ્યોતના દર્શન થાય છે.
સંતરામ મંદિર જરૂરીયાતમંદોને મદદ માટે અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. સંતરામ મંદિર ટ્રસ્ટ ફિઝીયોથેરાપી સેન્ટર, આંખનું દવાખાનું તેમજ અન્ય વિવિધ સેવાભાવી સંસ્થાઓ ચલાવે છે. તે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરે છે. ગુજરાતમાં વડોદરા, કરમસદ, ઉમરેઠ, કોયલી, રધુ, પાચેગામ, પાદરા, સોજિત્રા, ચકલાસી, વરદ અને કાલસરમાં પણ 'સંતરામ મંદિર' આવેલા છે.
સંતરામ મહારાજની સમાધિના દિવસે (મહા સુદ પૂનમ) મંદિરના પ્રાંગણમાં દર વર્ષે મોટો મેળો ભરાય છે. આ ઉપરાંત ભક્તો દ્વારા પોતાના સંતાનો બોલતા થાય તેની માનતા માટે પોષ માસ ની પૂનમ (પોષી પૂનમ) ના દિવસે બોર ઉછાળવામા આવે છે
૧૯૯૩માં ત્યારના ભારતના પ્રધાનમંત્રી પી .વી. નરસિંહારાવ દ્વારા કોમી એકતા માટેનો કબીર પુરસ્કાર મંદિરના મહંતશ્રી નારાયણ દાસ મહારાજને આપવામાં આવ્યો હતો.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]ગાદીપતિ મહંતોની યાદી
[ફેરફાર કરો]ક્રમ | નામ | સમયગાળો (વિ.સં.) | સમાધિ |
---|---|---|---|
૧ | શ્રી સંતરામ મહારાજ | મહા પુનમ, ૧૮૮૭ | |
૨ | શ્રી લક્ષ્મણદાસજી મહારાજ | વૈશાખ વદ ૧૪, ૧૯૨૫ | |
૩ | શ્રી ચતુરદાસ મહારાજ | આષો સુદ ૯, ૧૯૪૧ | |
૪ | શ્રી જયરામદાસ મહારાજ | ૧૯૪૧ થી ૧૯૪૭ | જેઠ સુદ ૧૧, ૧૯૪૭ |
૫ | શ્રી મુગટરામ મહારાજ | ૧૯૪૭ થી ૧૯૬૧ | શ્રાવણ સુદ ૮, ૧૯૬૧ |
૬ | શ્રી માણેકદાસ મહારાજ | ૧૯૬૧ થી ૧૯૭૩ | વૈશાખ સુદ ૧૧, ૧૯૭૩ |
૭ | શ્રી જાનકીદાસ મહારાજ | ૧૯૭૩ થી ૨૦૨૬ | વૈશાખ સુદ ૮, ૨૦૨૬ |
૮ | શ્રી નારાયણદાસ મહારાજ | ૨૦૨૩ (ઇ.સ. ૭મી જૂન ૧૯૬૭) થી ૨૦૬૦ | આસો પુનમ, ૨૦૬૦ (ઇ.સ. ૨૮ ઓક્ટોબર ૨૦૦૪) |
૯ | શ્રી રામદાસ મહારાજ | ૨૦૬૦ થી અત્યાર સુધી |
પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]- શૈક્ષણિક:
- શ્રી સંતરામ શિશુ કેન્દ્ર (બાલ વાટીકા)
- શ્રી સંતરામ વિદ્યાલય (પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક) (ધોરણ ૧ થી ૧૨ ગુજરાતી માધ્યમ) અંગ્રેજી માધ્યમ (નર્સરી, જુનીયર કે.જી., સીનીયર કે.જી., ધોરણ ૧)
- શ્રી સંતરામ ગુરુકુળ (છાત્રાલય )
- શ્રી સંતરામ છાત્રાલય (શાંતિ સદન )
- શ્રી સંતરામ વનવાસી છાત્રાલય
- આરોગ્ય:
- શ્રી સંતરામ સોનો -એકસ -રે સેન્ટર
- શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય
- શ્રી સંતરામ ફીજીયોથેરાપી તથા પોલીયો ફાઉન્ડેશન
- શ્રી સંતરામ લેબોરેટરી
- શ્રી સંતરામ સી.ટી. સ્કેન સેન્ટર
- શ્રી સંતરામ દર્દી સેવા કેન્દ્ર (જનરલ ડીસ્પેન્સરી)
- શ્રી સંતરામ ઈ.સી.જી. વિભાગ
- શ્રી સંતરામ માનદ સેવા તબીબ વિભાગ
- શ્રી સંતરામ ડેન્ટલ વિભાગ (દંત સારવાર)
- શ્રી સંતરામ આયુર્વૈદિક સારવાર વિભાગ
- શ્રી સંતરામ હોમીયોપેથીક વિભાગ
- શ્રી સંતરામ નિ;શુલ્ક ઔષધાલય વિભાગ
- શ્રી સંતરામ નિ;શુલ્ક આરોગ્ય રાહત અને દર્દી નિદાન કેમ્પ વિભાગ
- શ્રી સંતરામ નિ;શુલ્ક વિવિધ દર્દોના નિદાન અને ઓપરેશન કેમ્પ
- શ્રી સંતરામ નિ;શુલ્ક ઓક્સીજન વિતરણ વિભાગ
- શ્રી સંતરામ નિ;શુલ્ક એમ્બુલન્સ અને શબ વાહીની સેવા વિભાગ
- સામાજિક અને ધાર્મિક:
- શ્રી સંતરામ ભોજનાલય (અન્ન પૂર્ણા)
- શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન)
- શ્રી સંતરામ દેરી સંસ્કાર વર્તુળ
- શ્રી સંતરામ અતિથિ ગૃહ
- શ્રી સંતરામ ગીતા પ્રચાર સત્ર
- શ્રી સંતરામ યુવા સભા
- શ્રી સંતરામ બાળ સંસ્કાર કેન્દ્ર
- નિવાસી છાત્રાલય, હોસ્પિટલ, પરિક્રમાવાસી, પાઠશાળા અને અન્ય સંસ્થાઓને અન્ન સહાય વિભાગ
- જરૂરિયાત મંદ વ્યક્તિઓને અન્ન સહાય વિભાગ
- શ્રી સંતરામ કુદરતી આપતિ સમય સહાય વિભાગ
- શ્રી સંતરામ જ્યોતિષ કાર્યાલય વિભાગ
- શ્રી સંતરામ સિવણ ક્લાસ સેવા કેન્દ્ર
- શ્રી સંતરામ વિકલાંગ સહાય કેન્દ્ર
- શ્રી સંતરામ અસ્થિ વિસર્જન સેવા
- શ્રી સંતરામ પાનખરની હાશ (વડીલો માટેનુ ક્રિડા કેન્દ્ર)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Achievements, Awards & Recognitions of Shree Santram Temple". Shree Santram Samadhi Sthan - Nadiad, Kheda, Gujarat, India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-13.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |