પીપાવાવ બંદર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (એ.પી.એમ ટર્મિનલ્સ)
ખાનગી
શેરબજારનાં નામો BSE: 533248
NSE: GPPL
ઉદ્યોગ પરિવહન, બંદર
સ્થાપના ૧૯૯૬
મુખ્ય કાર્યાલય પીપાવાવ (તા. રાજુલા), ગુજરાત
મુખ્ય લોકો પ્રકાશ તુલસિઆની (CEO)
રવિ ગાયતોંડે (COO)
હરિહરન ઐયર (CFO)
દિનેશ લોકપુરે (પ્રમુખ-જથ્થાબંધ વ્યાપાર)
સી. કે. રાજન (પ્રમુખ-કન્ટેઈનર વ્યાપાર)
માલિકો એ.પી. મોલર-મર્સ્ક ગ્રૂપ
વેબસાઇટ http://www.pipavav.com

પીપાવાવ બંદર ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ કિનારે રાજુલાથી ૨૦ કિલોમીટર, મહુવા થી ૪૨ કિલોમીટર અને ભાવનગરથી દક્ષિણ પશ્ચિમે ૧૪૦ કિલોમીટર જેટલા અંતરે અમરેલી જિલ્લામાં આવેલું ખાનગી ક્ષેત્રનું ભારતનું સૌપ્રથમ બંદર છે. કન્ટેઈનર, જથ્થાબંધ માલ અને પ્રવાહી પદાર્થોની આયાત અને નિકાસ અહીંથી થાય છે. વિશ્વના મોટા કન્ટેઈનર ટર્મિનલમાંના એક એવા એ.પી.એમ ટર્મિનલ્સ તેના મુખ્ય પ્રયોજક છે. વાહનોની અાયાત-નિકાસ માટે અા બંદર દેશભરમાં પ્રખ્યાત છે. સામૂહિક રીતે ચતુર્થચક્રી વાહનો મૂકવા માટે રૉ-રૉ યાર્ડની પણ સુવિધા છે. યાતાયાત માટે ધોરીમાર્ગ અને રેલ્વે વ્યવહારથી દેશ સાથે સંકળાયેલું છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

રાજસ્થાનના રાજા પીપાજી, જે પછીથી સન્યાસ લઈને પીપાજી ભગત બન્યા હતા, તેમણે ખોદેલ કૂવા અથવા વાવના નામ પરથી આ ગામનું નામ પીપાવાવ પડ્યું હતું. અહીં આવેલી પીપા ભગતની જગ્યા, રાધાકૃષ્ણનું મંદિર અને વાવ વગેરે પીપાવાવ ધામ તરીકે ઓળખાય છે. પીપાવાવ બંદર આ પીપાવાવ ગામના નામ પર આધારિત છે. આઝાદી પહેલાના ઈજનેર રિચાર્ડ પ્રોકટરે આ વિસ્તારનું મહત્વ પારખીને ૧૭ માર્ચ ૧૮૯૦ ના રોજ ઈંગ્લેંન્ડના પાટવીકુંવર પ્રિન્સ આલ્બર્ટ વિકટરના હાથે વિક્ટર બંદરને ખૂલ્લુ મૂકાવી વિકટર બંદર નામ આપ્યું હતું. [૧] પીપાવાવ ગામથી વિક્ટર પોર્ટ ૭.૪ કિલોમીટર દૂર છે. નિખિલ ગાંધીએ જ્યારે અહીં પોર્ટ વિકસાવવાનું આયોજન કર્યું ત્યારે તેમાં 'પીપાવાવ' શબ્દનો સમાવેશ કરી ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ નામ આપ્યું, આમ પોર્ટ પીપાવાવ નામ પ્રચલિત થયું.

થોડે દૂર દરીયામાં શિયાળ બેટ પાસે આવેલી સવાઈ પીર અને ભેંસલાપીરની જગ્યાઓ પ્રચલિત છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]