વડતાલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વડતાલ
—  ગામ  —

વડતાલનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′00″N 72°52′00″E / 22.7°N 72.8667°E / 22.7; 72.8667
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો નડીઆદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી,

તમાકુ, બટાટા, શક્કરીયાં

વડતાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલું ગામ છે. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનુ મોટું પવિત્ર ધામ છે.આ ગામમા નવ શિખરનુ મંદિર છે. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ નામની પોતાની મૂર્તિ પધરાવી છે. દુનિયામાં આ પ્રથમ ઘટના છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ પોતાની જાતે પધરાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરુપ શિક્ષાપત્રીની રચના સ્વામિનારાયણ ભગવાને આ મંદિરમાં કરી હતી.